હોમ પેજ / રેસિપી / Aflatoon

Photo of Aflatoon by Dr.Kamal Thakkar at BetterButter
0
3
5(1)
0

Aflatoon

Aug-31-2018
Dr.Kamal Thakkar
5 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • સાંતળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 10

  1. રવો ૧/૨ કપ
  2. ઘી ૧/૨ કપ
  3. દૂધ પાવડર ૧/૨ કપ
  4. દૂધ ૧ કપ
  5. માવો ૧૫૦ ગ્રામ
  6. ખાંડ ૧/૨ કપ+૨ ચમચી
  7. એલચી પાવડર ૧ નાની ચમચી
  8. કાજુ ૧૫
  9. બદામ ૧૫
  10. પિસ્તા ૧૫
  11. કિસમિસ ૨ ચમચી

સૂચનાઓ

  1. પેલા એક પેન માં ૨ ચમચી ઘી નાખીને ગરમ કરો.
  2. સમારેલા સૂકા મેવા નાખીને સાંતળી લો.એક વાટકી માં કાઢી લો.
  3. એજ પેન માં બાકી નું ઘી ઉમેરો.ગરમ થાય એટલે રવો ઉમેરો.
  4. ધીમા તાપે એકદમ લાલ થાય ત્યાં સુધી સાંતળો.
  5. આમા ગરમ દૂધ ઉમેરો અને હલાવો.
  6. પછી માવો અને દૂધ પાવડર ઉમેરો.
  7. બધુજ સરસ મિક્સ કરો.
  8. હવે ખાંડ પણ ઉમેરો.
  9. બીજા ગેસ પર ૨ ચમચી ખાંડ ને કેરમલાઇસ કરો અને એ પણ આમા ઉમેરો.
  10. ધીમે તાપે સરસ સેકો.જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી સેકો.
  11. સૂકો મેવો ઉમેરો.એલચી પાવડર પણ ઉમેરો.
  12. બધું મિક્સ કરીને ગેસ બંધ કરો અને એક ચોરસ મોલ્ડ માં ઢાળી દો.
  13. ઉપર થી થોડો સૂકો મેવો છાંટો અને દબાવિ દો.
  14. ૨-૩ કલાક સેટ થવા દો અને પછી લાંબા ટુકડા કરો.અફલાતૂન તૈયાર છે.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Dhara joshi
Sep-01-2018
Dhara joshi   Sep-01-2018

Wahh

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર