હોમ પેજ / રેસિપી / મલાઈ કોકોનટ લડ્ડુ

Photo of Malai coconut laddoo by Harsha Israni at BetterButter
391
3
0.0(0)
0

મલાઈ કોકોનટ લડ્ડુ

Aug-31-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મલાઈ કોકોનટ લડ્ડુ રેસીપી વિશે

આ લડ્ડુ બનાવવા માટે ઘી નો ઉપયોગ નથી કર્યો.મલાઈ ,કોપરુ,મિલ્કમેડ અને પૂરણમાં કાજુ અને ગુલકંદનો ઉપયોગ કર્યો છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • સાંતળવું
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 5

  1. ૨૫૦ ગા્મ ખાંડ
  2. ૧ કપ મલાઈ (દૂધવાળી)
  3. ૪૦૦ ગા્મ કોપરાનું છીણ (ઝીણું )
  4. ૩-૪ ટીંપા લાલ ખાવાનો રંગ
  5. ૧૦૦ ગા્મ મિલ્કમેડ
  6. પૂરણ માટે-
  7. ૫૦ ગા્મ ગુલકંદ
  8. ૫૦ ગા્મ કાજુના ટુકડા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક નાના બાઉલમાં દૂધવાળીમલાઈ અને લાલ રંગ મીક્સ કરો.
  2. અેક ડીશમાં ગુલકંદ અને કાજુના ટુકડા મીક્સ કરો.
  3. એક કઢાઈ લઈ તેમાં ખાંડને ૧ મિનિટ સાંતળી મલાઈ અને લાલ રંગના મિશ્રણ,મિલ્કમેડ ઉમેરી ધીમી આંચે સાંતળો.
  4. ખાંડ ઓગળી જાય ત્યારે કોપરાનું છીણ(જરુર મુજબ) ઉમેરીને મીક્સ કરો.
  5. કોપરાનુ છીણ મીક્સ થઈ જાય ત્યારે ગેસ બંધ કરીદો
  6. કોપરાનુ મિશ્રણ ગરમ હોય ત્યારે તરત જ બન્ને હાથે થોડુ ઘી લગાડી તૈયાર કરેલુ કોપરાનું થોડુ મિશ્રણ લઈ વચ્ચે કાજુ -ગુલકંદનુ ૧/૨ ચમચી પૂરણ મૂકી ગોળ લડ્ડુ બનાવો.
  7. આવી રીતે કોપરાના તૈયાર કરેલા મિશ્રણમાંથી બધા લડ્ડુ બનાવી કોપરાના છીણમાં રગદોળીને ડીશમાં પીરસો.
  8. તૈયાર છે મલાઈ કોકોનટ લડ્ડુ .

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર