નારંગી પાન રસગુલ્લા | Orange Paan RWasgulla Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  31st Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Orange Paan RWasgulla by Leena Sangoi at BetterButter
નારંગી પાન રસગુલ્લાby Leena Sangoi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  45

  મીની
 • પીરસવું

  10

  લોકો

0

0

નારંગી પાન રસગુલ્લા

નારંગી પાન રસગુલ્લા Ingredients to make ( Ingredients to make Orange Paan RWasgulla Recipe in Gujarati )

 • ૧ લિટર દૂધ
 • ૧ કપ +૧/૪ કપ સાકર
 • ૫ કપ પાણી
 • ૧ કપ તાજો નારંગીનો રસ
 • ૧ ચમચી નારંગી નું એસેન્સ
 • ૧ થી ૨ ટીપાં નારંગી કલર
 • ૧ ચમચો સરકો
 • ૧ ચમચી પીસેલી સાકર
 • ૧૦ થી ૧૨ નાગરવેલનાં પાન

How to make નારંગી પાન રસગુલ્લા

 1. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો. પાણી માં સરકો નાખીને તે પાણી દૂધમાં ભેળવો.
 2. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને પાણી નિતારી લો.
 3. પનીર ને ૨ થી ૩ વાર ઠંડા પાણીથી ધુઓ જેથી સરકા નો ટેસ્ટ નીકળી જાય.
 4. હવે તેમાં પીસેલી સાકર અને નારંગી નું એસેન્સ ભેળવીને હલકે હાથે મસળો.
 5. તેના લૂઆ કરી, ગોળા કરો.
 6. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો,નારંગીનો રસ ઉમેરો. અને એક તારની ચાસણી બનાવો.
 7. થોડીવાર પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
 8. ૧૦ થી ૧૫ મિનિટ મધ્યમ તાપે રાખો.
 9. ઠંડા થયા બાદ ચાસણી માં થી કાઢી લો.
 10. નાગરવેલનાં પાન ને ધોઈ ને સાફ કરો.
 11. વચ્ચે થી અડધા કાપો.
 12. ફોલ્ડ કરી ટૂથપિક લગાડો.
 13. પાન માં નારંગી રસગુલ્લા નાખો.
 14. તૈયાર છે મસ્ત ,લાજવાબ નારંગી રસગુલ્લા. ઠંડા કરી ને મજા માણો.

Reviews for Orange Paan RWasgulla Recipe in Gujarati (0)