હોમ પેજ / રેસિપી / નારંગી પાન રસગુલ્લા

Photo of Orange Paan RWasgulla by Leena Sangoi at BetterButter
1686
4
0.0(0)
0

નારંગી પાન રસગુલ્લા

Aug-31-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નારંગી પાન રસગુલ્લા રેસીપી વિશે

બંગાળી રસગુલ્લા માં નારંગી અને પાન ફલેવર લાજવાબ ટેસ્ટ આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઠંડુ કરવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. ૧ લિટર દૂધ
  2. ૧ કપ +૧/૪ કપ સાકર
  3. ૫ કપ પાણી
  4. ૧ કપ તાજો નારંગીનો રસ
  5. ૧ ચમચી નારંગી નું એસેન્સ
  6. ૧ થી ૨ ટીપાં નારંગી કલર
  7. ૧ ચમચો સરકો
  8. ૧ ચમચી પીસેલી સાકર
  9. ૧૦ થી ૧૨ નાગરવેલનાં પાન

સૂચનાઓ

  1. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો. પાણી માં સરકો નાખીને તે પાણી દૂધમાં ભેળવો.
  2. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને પાણી નિતારી લો.
  3. પનીર ને ૨ થી ૩ વાર ઠંડા પાણીથી ધુઓ જેથી સરકા નો ટેસ્ટ નીકળી જાય.
  4. હવે તેમાં પીસેલી સાકર અને નારંગી નું એસેન્સ ભેળવીને હલકે હાથે મસળો.
  5. તેના લૂઆ કરી, ગોળા કરો.
  6. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો,નારંગીનો રસ ઉમેરો. અને એક તારની ચાસણી બનાવો.
  7. થોડીવાર પછી ગોળા ચાસણીમાં ઉમેરો.
  8. ૧૦ થી ૧૫ મિનિટ મધ્યમ તાપે રાખો.
  9. ઠંડા થયા બાદ ચાસણી માં થી કાઢી લો.
  10. નાગરવેલનાં પાન ને ધોઈ ને સાફ કરો.
  11. વચ્ચે થી અડધા કાપો.
  12. ફોલ્ડ કરી ટૂથપિક લગાડો.
  13. પાન માં નારંગી રસગુલ્લા નાખો.
  14. તૈયાર છે મસ્ત ,લાજવાબ નારંગી રસગુલ્લા. ઠંડા કરી ને મજા માણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર