હોમ પેજ / રેસિપી / ચુરમા મોદક

Photo of Churma modak by Hiral Hemang  Thakrar at BetterButter
532
1
0(0)
0

ચુરમા મોદક

Sep-01-2018
Hiral Hemang Thakrar
0 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચુરમા મોદક રેસીપી વિશે

ઘઉંના કરકરા લોટમાંથી ભાખરીબનાવી ચુરમું બનાવ્યું છે અને મોદકના મોલ્ડની મદદથી મોદક તૈયાર કર્યા.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ભારતીય
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉંનો કરકરો લોટ 500 ગ્રામ
  2. ગોળ 300 ગ્રામ
  3. ઘી 100 ગ્રામ
  4. એલચી-જાયફળનો પાવડર 1 ચમચી
  5. પાણી જરૂરત મુજબ

સૂચનાઓ

  1. એક કથરોટ લઈ તેમાં ઘઉંનો કરકરો લોટ લો, 50 ગ્રામ ઘીનું મોણ દઈને થોડું થોડું પાણી ઉમેરી ભાખરીનો લોટ બાંધો.
  2. હવે માટીની તાવડી ગેસ પર મુકો, પાટલી વેલણથી મધ્યમ જાડી ભાખરી વણો...... મધ્યમ તાપે ભાખરીને બન્ને તરફથી શેકી લો.
  3. હવે ભાખરી ઠંડી થઈ જાય ત્યારે મિકસરમાં ક્રશ કરી ચુરમું તૈયાર કરવું.....
  4. જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મુકો, ઘી ગોળ ઉમેરી પાઈ તૈયાર કરો.
  5. હવે કથરોટ માં ચુરમું લઈ એમાં એલચી-જાયફળનો પાવડર અને ગોળની પાઈ ઉમેરી... સરખી રીતે મિક્સ કરી લો.
  6. હવે મોદક મોલ્ડની મદદથી મોદક તૈયાર કરવા.....
  7. 10 12 મોદક તૈયાર થશે આ માપથી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર