હોમ પેજ / રેસિપી / માવા ના પેંડા

Photo of Mawa na penda by Shraddha Patel at BetterButter
2852
1
0.0(0)
0

માવા ના પેંડા

Sep-01-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

માવા ના પેંડા રેસીપી વિશે

ચોકલેટી અને દેશી મિજાજ ની મીઠાઈ એટલે માવા ના પેંડા. શિયાળા મા માવા ના પેંડા ખુબજ બનાવવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. 500 ગ્રામ માવો
  2. 200 ગ્રામ ખાંડ
  3. જરૂર મુજબ પાણી
  4. બે ચમચી ઘી
  5. એક ચમચી એલચી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ માવો છીણી લો. હવે એક કઢાઈ મા ખાંડ લો અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરો.
  2. હવે ખાંડ ની એક તાર ની ચાસણી બનાવો.
  3. ત્યારબાદ એમાં છીણેલો માવો નાખો અને એલચી પાવડર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.
  4. પેંડા ના મિશ્રણ ને સતત હલાવતા રહો.
  5. મિશ્રણ જાડું થવા લાગે એટલે એમાં એક ચમચી ઘી ઉમેરી હલાવતા રહો.
  6. હવે મિશ્રણ ને ગૅસ પરથી નીચે ઉતારી પાંચેક મિનિટ સુધી હલાવતા રહેવું.
  7. હવે બન્ને હાથને ઘી લગાવી પેંડા વાળી લો. અને ફોર્ક ની મદદ થી ડિઝાઇન બનાવી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર