Open in app

ઈન્સ્ટન્ટ જલેબી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Rani Soni1st Sep 2018

Instant Jalebi ના વિશે

Ingredients to make Instant Jalebi in gujarati

  • 1 કપ મેંદો
  • 1/ 4 કપ દહી
  • 2 ચમચી ચણા નો લોટ
  • 1 ચમચી કોનફલોર
  • 1 ચમચી બેકિંગ પાવડર અથવા ઈનો
  • ચપટી ઓરેન્જ ફુડ કલર
  • કેસર ચપટી
  • અેલચી પાવડર ચપટી
  • 2 ચમચી સમારેલ બદામ પિસ્તા
  • ઘી તળવા
  • ચાસણી માટે :
  • 2 કપ ખાંડ
  • 1 કપ પાણી

How to make Instant Jalebi in gujarati

  1. એક વાસણ માં ખાંડ ,પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો.
  2. તેમાં ચપટી કેસર, ઓરેન્જ ફુડ કલર અેલચી પાવડર નાંખો.
  3. મેંદા માં બેકિંગ પાવડર નાંખી મિકસ કરો.
  4. તેમાં દહી,ચણા નો લોટ, કોનફલોર ઓરેન્જ કલર નાખી.
  5. જરૂર મુજબ પાણી નાંખી ખીરૂ બનાવો.
  6. 10 મિનીટ ખીરૂ મૂકી રાખો.
  7. ઘી ને પેન માં ગરમ કરો.
  8. પાઇપીંગ બેગ અથવા જલેબી મેકર માં ખીરૂ ભરો.
  9. ઘી માં જલેબી પાડો.
  10. બન્ને બાજુ બરાબર સોનેરી તળી લો.
  11. તળાઈ જાય એટલે સાધારણ ગરમ ચાસણી માં અમુક સેકન્ડ માટે ડૂબાડી લો.
  12. ચાસણી માંથી કાઢી.
  13. બદામ પિસ્તા કેસર થી સજાવટ કરો.
  14. ગરમાગરમ ઈન્સટન્ટ જલેબી પીરસો.

Reviews for Instant Jalebi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Instant Jalebi in gujarati

  • જલેબી

    86 likes
  • જલેબી

    2 likes
  • જલેબી

    1 likes
  • કાજુ જલેબી

    5 likes
  • પનીર જલેબી

    2 likes
  • પનીર જલેબી

    2 likes