BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ઈન્સ્ટન્ટ જલેબી

Photo of Instant Jalebi by Rani Soni at BetterButter
3
7
0(0)
0

ઈન્સ્ટન્ટ જલેબી

Sep-01-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈન્સ્ટન્ટ જલેબી રેસીપી વિશે

જલેબી અે નાના થી લઈ મોટા સહુ ને ભાવે છે.આજકાલ ના ભાગદોડ ના જીવન માં સમય ના અભાવે ઓછા સમય માં વાનગી બની જાય તો મજા પડી જાય. ઈન્સ્ટન્ટ જલેબી આથા વાળી જલેબી કરતા પણ વધુ સારી લાગે છે જયારે કઈક મીઠું ખાવા નુ મન થાય ત્ત્યારે અચૂક બનાવો આ જલેબી

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ મેંદો
  2. 1/ 4 કપ દહી
  3. 2 ચમચી ચણા નો લોટ
  4. 1 ચમચી કોનફલોર
  5. 1 ચમચી બેકિંગ પાવડર અથવા ઈનો
  6. ચપટી ઓરેન્જ ફુડ કલર
  7. કેસર ચપટી
  8. અેલચી પાવડર ચપટી
  9. 2 ચમચી સમારેલ બદામ પિસ્તા
  10. ઘી તળવા
  11. ચાસણી માટે :
  12. 2 કપ ખાંડ
  13. 1 કપ પાણી

સૂચનાઓ

  1. એક વાસણ માં ખાંડ ,પાણી નાખી એક તાર ની ચાસણી બનાવો.
  2. તેમાં ચપટી કેસર, ઓરેન્જ ફુડ કલર અેલચી પાવડર નાંખો.
  3. મેંદા માં બેકિંગ પાવડર નાંખી મિકસ કરો.
  4. તેમાં દહી,ચણા નો લોટ, કોનફલોર ઓરેન્જ કલર નાખી.
  5. જરૂર મુજબ પાણી નાંખી ખીરૂ બનાવો.
  6. 10 મિનીટ ખીરૂ મૂકી રાખો.
  7. ઘી ને પેન માં ગરમ કરો.
  8. પાઇપીંગ બેગ અથવા જલેબી મેકર માં ખીરૂ ભરો.
  9. ઘી માં જલેબી પાડો.
  10. બન્ને બાજુ બરાબર સોનેરી તળી લો.
  11. તળાઈ જાય એટલે સાધારણ ગરમ ચાસણી માં અમુક સેકન્ડ માટે ડૂબાડી લો.
  12. ચાસણી માંથી કાઢી.
  13. બદામ પિસ્તા કેસર થી સજાવટ કરો.
  14. ગરમાગરમ ઈન્સટન્ટ જલેબી પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર