હોમ પેજ / રેસિપી / અંગૂરી રસમલાઈ

Photo of Angoori Rasmalai by Rani Soni at BetterButter
746
10
0.0(0)
0

અંગૂરી રસમલાઈ

Sep-01-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અંગૂરી રસમલાઈ રેસીપી વિશે

તહેવાર એટલે આનંદ, ઉજવણી, ખાવું, ચારો તરફ સુખ ફેલાવવું.તહેવાર માં બનતી આ અંગૂરી રસમલાઇ જેમાં અંગૂર ને નરમ પનીર માંથી બનાવેલ છે અને ચાસણી માં ઉકાળેલ છે તેમજ કેસરના દૂધમાં નાંખી સૂકામેવા સાથે તેમજ ગુલાબ ની પાંદડીઓ થી સુશોભિત કરવા માં આવી છે. જે ઉત્સવ માટે યોગ્ય છે. આ વાનગી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. અંગૂર માટે:
  2. 1 લિટર ગાય નું દૂધ
  3. 2 ચમચી લીંબુ નો રસ
  4. 3 કપ પાણી
  5. 1 કપ ખાંડ
  6. 1/2 ચમચી ગુલાબનું એસેન્સ
  7. કેસર ચપટી
  8. દૂધ બનાવવા :
  9. 1 લિટર દૂધ
  10. 3 ચમચી ખાંડ
  11. 1 ચમચી કોનફલોર
  12. 1/8 નાની ચમચી એલચી પાવડર
  13. 1 ચપટી કેસર( 1 ચમચી દૂધ માં આેગાળેલ)
  14. સજાવવા માટે :
  15. 2 ચમચી સમારેલ બદામ,પિસ્તા
  16. 1/2 ચાંદી વરક
  17. 3-4 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. અંગૂર માટે:
  2. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
  3. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો.
  4. જેથી દૂધ અને પાણી છૂટા પડશે.
  5. તેને કપડામાં ગાળી લો હવે ચોખ્ખા પાણી ને પનીર ઉપર રેડી લો જેથી ખટાશ નિકળી જાય.
  6. હવે પનીર ની પોટલી બનાઈ 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય.
  7. પનીર તૈયાર છે.
  8. પનીર ને મસળી તેના અેકદમ નાના લૂઆ કરો.
  9. હવે એક વાસણમાં પાણી અને ખાંડ ઉમેરો.
  10. ખાંડ ઓગળે અેટલે કેસર ઉમેરો.
  11. હવે પનીર ના ગોળા ચાસણીમાં ઉમેરો.
  12. 15 મિનિટ માં ગોળા ફૂલી જશે .
  13. ગેસ બંધ કરો.
  14. તેમાં ગુલાબનું એસેન્સ નાંખો.
  15. અંગૂર તૈયાર છે તેને ઠંડા કરો.
  16. દૂધ બનાવવા:
  17. પેનમાં દૂધ ઉકાળવા મૂકો.
  18. જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો.
  19. કોનફલોર ને 1 ચમચી ઠંડા દૂધ માં અોગાળો.
  20. તેને ઉકાળતા દૂધમાં નાંખો.
  21. કેસર વાળુ દૂધ નાંખો.
  22. દૂધની માત્રા 1/4 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો.
  23. ખાંડ ઉમેરો અને મિકસ કરો.
  24. એલચી પાવડર ઉમેરો.
  25. હવે બનાવેલ અંગૂર ને ચાસણી માંથી નિતારી.
  26. દૂધ માં નાંખો 5 મિનીટ માટે ઉકાળો.
  27. ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  28. પીરસતી વખતે બાઉલ માં લઈ બદામ,પિસ્તા ,ચાંદી વરક,કેસર થી સજાવો.
  29. તૈયાર છે અંગૂરી રસમલાઈ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર