Open in app

અંગૂરી રસમલાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Rani Soni1st Sep 2018

Angoori Rasmalai ના વિશે

Ingredients to make Angoori Rasmalai in gujarati

  • અંગૂર માટે:
  • 1 લિટર ગાય નું દૂધ
  • 2 ચમચી લીંબુ નો રસ
  • 3 કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 1/2 ચમચી ગુલાબનું એસેન્સ
  • કેસર ચપટી
  • દૂધ બનાવવા :
  • 1 લિટર દૂધ
  • 3 ચમચી ખાંડ
  • 1 ચમચી કોનફલોર
  • 1/8 નાની ચમચી એલચી પાવડર
  • 1 ચપટી કેસર( 1 ચમચી દૂધ માં આેગાળેલ)
  • સજાવવા માટે :
  • 2 ચમચી સમારેલ બદામ,પિસ્તા
  • 1/2 ચાંદી વરક
  • 3-4 ગુલાબ ની પાંદડી

How to make Angoori Rasmalai in gujarati

  1. અંગૂર માટે:
  2. દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
  3. લીંબુનો રસ દૂધમાં મિકસ કરો.
  4. જેથી દૂધ અને પાણી છૂટા પડશે.
  5. તેને કપડામાં ગાળી લો હવે ચોખ્ખા પાણી ને પનીર ઉપર રેડી લો જેથી ખટાશ નિકળી જાય.
  6. હવે પનીર ની પોટલી બનાઈ 30-35 મિનિટ મૂકી રાખો જેથી પાણી નિતારી જાય.
  7. પનીર તૈયાર છે.
  8. પનીર ને મસળી તેના અેકદમ નાના લૂઆ કરો.
  9. હવે એક વાસણમાં પાણી અને ખાંડ ઉમેરો.
  10. ખાંડ ઓગળે અેટલે કેસર ઉમેરો.
  11. હવે પનીર ના ગોળા ચાસણીમાં ઉમેરો.
  12. 15 મિનિટ માં ગોળા ફૂલી જશે .
  13. ગેસ બંધ કરો.
  14. તેમાં ગુલાબનું એસેન્સ નાંખો.
  15. અંગૂર તૈયાર છે તેને ઠંડા કરો.
  16. દૂધ બનાવવા:
  17. પેનમાં દૂધ ઉકાળવા મૂકો.
  18. જ્યારે દૂધ ઉકાળવા નું શરૂ થઈ જયારે ત્યારે 2-4 મિનિટના સમયાંતરે હલાવતા રહો.
  19. કોનફલોર ને 1 ચમચી ઠંડા દૂધ માં અોગાળો.
  20. તેને ઉકાળતા દૂધમાં નાંખો.
  21. કેસર વાળુ દૂધ નાંખો.
  22. દૂધની માત્રા 1/4 જેટલી થાય ત્યાં સુધી ઉકાળો.
  23. ખાંડ ઉમેરો અને મિકસ કરો.
  24. એલચી પાવડર ઉમેરો.
  25. હવે બનાવેલ અંગૂર ને ચાસણી માંથી નિતારી.
  26. દૂધ માં નાંખો 5 મિનીટ માટે ઉકાળો.
  27. ગેસ બંધ કરી ઠંડુ થવા દો તેને રેફ્રિજરેટ કરો.
  28. પીરસતી વખતે બાઉલ માં લઈ બદામ,પિસ્તા ,ચાંદી વરક,કેસર થી સજાવો.
  29. તૈયાર છે અંગૂરી રસમલાઈ.

Reviews for Angoori Rasmalai in gujarati (0)

No reviews yet.

Recipes similar to Angoori Rasmalai in gujarati

  • રસમલાઈ

    1 likes
  • રસમલાઈ કેક

    3 likes
  • રસમલાઈ ટાર્ટ

    3 likes
  • બ્રેડ રસમલાઈ

    0 likes
  • રોઝ ફલેવર રસમલાઈ

    0 likes
  • મિલ્ક પાવડર રસમલાઈ

    0 likes