હોમ પેજ / રેસિપી / કાજુ સફરજન

Photo of Kaju apple by Kalpana Parmar at BetterButter
1142
3
0.0(0)
0

કાજુ સફરજન

Sep-02-2018
Kalpana Parmar
8 મિનિટ
તૈયારી નો સમય
16 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાજુ સફરજન રેસીપી વિશે

કાજુ માંથી વિવિધ પ્રકાર ની મીઠાઈ બનતી હોય છે જેમાં કાજુ સફરજન પણ ખુબજ સારા લાગે છે નાના સફરજન 1 પીસ સર્વ માટે ખુબ સારા છે અને ભગવાન ની પ્રસાદી માટે પણ ખુબજ સારા છે ...

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 કપ કાજુ પાવડર
  2. 1 કપ ખાંડ
  3. 2 મોટી ચમચી મિલ્કપાઉંડર
  4. 1/2 નાની ચમચી એલચી પાવડર
  5. 15 નંગ લવિંગ
  6. લાલ ફૂડ કલર
  7. લીલો ફૂડ કલર
  8. 1 ચમચી દૂધ

સૂચનાઓ

  1. એક કડાઈ માં ખાંડ લેવી ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને દોઢ તાર ની ચાસણી તૈયાર કરવી ચાસણ ને સાફ કરવા એક ચમચી દૂધ નાખી ને ચાસણી ઉપરનો કચરો બહાર કાઢી લેવો
  2. કાજુ પાવડર મિલ્કપાઉંડર નાખીને હલાવતા રેહવું એલચી પાવડર નાખીને જ્યાં સુધી મિક્ષણ કડાઈ છોડવા લાગે ને ચમચા સાથે ફરવા લાગે એટલે ગેસ બંધ કરવો
  3. ગ્રીસ કરેલી સ્ટીલ ની થાળી માં કાઢી લેવું ને હાથ પર ઘી લગાવી ને એક સરખા ગોળા કરીને સફરજન નો શેપ આપવો ઉપર લવિંગ લગાવવું 2 કલાક સેટ થવા દેવા
  4. 2 કલાક પછી લાલ અને લીલા કલર થી સફરજન નો કલર કરવો .. 1 કલાક પછી સર્વ કરવા ..,

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર