હોમ પેજ / રેસિપી / કલરફૂલ ઘૂઘરા

Photo of Colorful ghughra by Kalpana Parmar at BetterButter
761
1
0.0(0)
0

કલરફૂલ ઘૂઘરા

Sep-02-2018
Kalpana Parmar
16 મિનિટ
તૈયારી નો સમય
23 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કલરફૂલ ઘૂઘરા રેસીપી વિશે

મૈંદા ના સદા ઘૂઘરા તો સૌ કોઈ બનાવતા હોય છે પણ આ ઘૂઘરા કલર ફૂલ તો છે પણ તે ઉપર થી ખારી બિસ્કિટ જેવા લાગે છે ને અંદર થી સોફ્ટ ..

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • ડેઝર્ટ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 6

  1. # લોટ બાંધવા માટે
  2. 1 કપ મેંદો
  3. 2 મોટી ચમચી તેલ મોણ માટે
  4. લાલ લીલો અને ઓરેન્જ ફૂડ કલર
  5. # સાટા માટે
  6. 2 ચમચી ઘી
  7. 1 ચમચી ચોખાનો લોટ
  8. # પૂરણ માટે
  9. 1/2 કપ માવો
  10. 2 મોટી ચમચી રવો
  11. 2 મોટી ચમચી કોપરાનું ઝીણ
  12. 2 મોટી ચમચી કાજુ બદામ ઝીણાસમારેલા
  13. 1 મોટી ચમચી સૂકી દ્રાક્ષ
  14. 1/2 નાની ચમચી એલચી પાવડર
  15. 1/2 કપ દળેલી ખાંડ
  16. તળવા  માટે તેલ

સૂચનાઓ

  1. સૌં પ્રથમ મૈંદામાં તેલ નું મોણ નાખીને પરાઠા જેવો લોટ બાંધી લો બાંધેલા લોટ ના 3 ભાગ કરો એક માં લીલો બીજામાં લાલ ને ત્રીજામાં ઓરેન્જ ફૂડ કલર નાખીને લોટ ને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો
  2. # પૂરણ માટે એક કડાઈ માં રાવ ને 2 મિનિટ માટે ધીરા તાપે સેકી લો એજ રીતે કોપરાની ઝીણ ને પણ સેકી લો માવાને ધીરા તાપે 2 મિનિટ સેકી લો
  3. ઠંડુ થાય ત્યારે માવો રવો કોપરું ખાંડ એલચી પાવડર કાજુબદામ દ્રાક્ષ નાખીને પૂરણ તૈયાર કરી રાખી દો
  4. સાટા માટે ઘી ને ચોખાં ના લોટ ને બરાબર ફીણી લો
  5. ત્રણે કલર ના લોટની મોટી રોટલી વણી લો લાલ કલર ની એકરોટલી પર સાટો લગાવી દો તેના પર બીજા લીલા કલર ની રોટલી મુકો ફરી સાટો લાગવો ત્રીજા ઓરેન્જ કલરની રોટલી મુકો સાટો લગાવી ને રોલ વાળી લો
  6. રોલ માંથી નાના લુવા ચપ્પુ ની મદદ થી કાપી લો
  7. લુવાની પુરી વાણી લો તેમાં 2 ચમચી પૂરણ ભરી ઘૂઘરાં બનાવી લો ઘૂઘરા ને કાંગરી પાડીને સીલ કરી દો ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
  8. ઠંડા થાય પછી એરટાઈટ ડબ્બા માં ભરી ને મન થાય ત્યારે ખાવો ને ખવડાવો ...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર