હોમ પેજ / રેસિપી / બાલુશાહી / ખુરમી

Photo of Balushahi /  Khurmi by Dhara joshi at BetterButter
902
7
0.0(0)
0

બાલુશાહી / ખુરમી

Sep-02-2018
Dhara joshi
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાલુશાહી / ખુરમી રેસીપી વિશે

બાલુશાહી એ ઉત્તર ભારતીય ( રાજસ્થાન ) પારંપરિક મીઠાઇ છે. જેને તીજ તહેવારો મા ખાસ બનાવવા મા આવે છે. બાલુશાહી ને ખુરમી પણ કહે છે. મેંદો માંથી બનતી આ વાનગી ને ઘી મા તળી ખાંડ ની ચાસણી ચઢાવવા મા આવે છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • દિવાળી
  • રાજસ્થાન
  • ઠંડુ કરવું
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 8

  1. 4 કપ મેંદા નો લોટ
  2. 3/4 કપ ઘી (લોટ માટે )
  3. 1/2 કપ દહીં
  4. 1/2 ચમચી બેકીંગ સોડા
  5. 3 કપ ખાંડ ( ચાસણી માટે )
  6. ઘી જરૂર મુજબ તળવા માટે
  7. બદામ પિસ્તા ની કતરણ સજાવા માટે

સૂચનાઓ

  1. મેંદા મા દહી અને બેકીંગ પાવડર નાખીને હૂફાળા પાણી થી લોટ ને આંગળીઓ વડે મિક્સ કરો. . મસળવુ નહી.
  2. લોટ મિકસ કરી હળવે થી મસળયા વગર બાંધી લેવો.
  3. ભીના કપડા થી ઢાંકી ને 20 મિનિટ માટે રાખી દો.
  4. ત્યારબાદ લોટ ને બરાબર મસળી ને લુઆ કરી નાના લાડુ બનાવો અને અંગૂઠા થી વચ્ચે દબાવવુ. ખાડો કરવો.
  5. ઘી ગરમ કરવા મૂકો .
  6. ખાંડ થી અડધા ભાગ નુ પાણી લઇને 1 તાર ની ચાસણી બનાવો.
  7. ઘી ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી બાલુશાહી ને બંને બાજુ થી ગોલ્ડન બ્રાઉન સેકી લેવી.
  8. બનેલી બાલુશાહી ને ચાસણી મા ઉમેરતી જવી.
  9. 20 મીનીટ સુધી ચાસણી મા રાખો..પછી થાળી મા કાઢી ચાસણી સૂકાઈ ને જામી જાય ત્યાં સુધી રહેવા દો.
  10. પિસ્તા થી સજાવીને પરોસવુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર