હોમ પેજ / રેસિપી / જાદરિયું

Photo of Jadariyu by Shraddha Patel at BetterButter
1857
2
0.0(0)
0

જાદરિયું

Sep-03-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જાદરિયું રેસીપી વિશે

ઘઉ નો પાક થાય ત્યારે લીલા ઘઉ ની ડુંડીઓ ને સળગાવી ને એમાં થી ઘઉ નો પોંક પાડવા મા આવે છે. આ પોંક ના લોટ માંથી જાદરિયું બનાવવામા આવે છે. ઠંડી મા જાદરિયું ખાવાની ખુબજ મજા આવે છે. અને સુગરફ્રી હોવાથી ડાયાબિટીસ ના દર્દીઓ પણ જાદરિયું ખાઈ શકે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ

સામગ્રી સર્વિંગ: 4

  1. બે કપ ઘઉ ના પોંક નો લોટ
  2. દૂધ એક કપ
  3. એક કપ ઘી
  4. 1.5 કપ ગોળ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા પોંક નો લોટ લો અને એમાં દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે આ લોટ ને અડધી કલાક ઢાંકી ને રાખી દો.
  2. અડધી કલાક પછી એક કઢાઈ મા ઘી લો. ઘી સહેજ ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરો.
  3. હવે ગોળ ઓગળી જાય એટલે તેમાં તૈયાર કરેલ લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  4. હવે એક થાળી મા ઘી લગાવી તૈયાર થયેલ મિશ્રણ ને થાળી મા ઢાળી દો અને એકસરખું ફેલાવી દો.
  5. ત્યારબાદ ચોરસ કટકા કરી લો અને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે જાદરિયું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર