જન્માષ્ટમી પંજીરી | Janmashtmi Panjiri Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  3rd Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Janmashtmi Panjiri by Dr.Kamal Thakkar at BetterButter
જન્માષ્ટમી પંજીરીby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  10

  લોકો

3

0

જન્માષ્ટમી પંજીરી વાનગીઓ

જન્માષ્ટમી પંજીરી Ingredients to make ( Ingredients to make Janmashtmi Panjiri Recipe in Gujarati )

 • સૂકા ધાણા ૧/૨ કપ
 • મખાના ૧/૨ કપ
 • સૂકું કોપરું ૧/૨ કપ
 • સૂકા મેવા(કાજુ,બદામ,ચારોળી,કિસમિસ) ૧/૨ કપ
 • એલચી ૨
 • બૂરું ખાંડ ૧/૨ કપ
 • સૂંઠ ૧/૨ ચમચી
 • ઘી ૨ ચમચી

How to make જન્માષ્ટમી પંજીરી

 1. પેલા એક ચમચી ઘી પેન માં લઈને ધાણા શેકી લો.
 2. સુગંધ આવે એટલે બીજા વાસણ માં કાઢી ને ઠંડુ થવા દો.
 3. પાછું એક ચમચી ઘી લઈને મખાના શેકો.
 4. શેકાય જાય એટલે કાઢી લો.
 5. હવે બધા સમારેલા સૂકા મેવા એક ચમચી ઘી માં શેકો.
 6. મેવા શેકાય જાય એટલે ગેસ બંદ કરીને એજ પેન માં સૂકું નારિયળ ઉમેરો અને શેકી લો.
 7. બધું ઠંડુ થાય એટલે ધાણા, થોડા મખાના અને એલચી મિક્સર માં પીસી લો.
 8. એકદમ બારીક પીસી લો.
 9. આમા બાકી ના મખાના હાથે થી ક્રશ કરીને ઉમેરો કોપરુ ને મેવા પણ ઉમેરો.
 10. બૂરું ખાંડ ઉમેરો અને સૂંઠ પણ નાખી દો.
 11. બધુજ વ્યવસ્થિત મિક્સ કરો અને કાના ને પ્રેમ થી ભોગ ધરાવો.

Reviews for Janmashtmi Panjiri Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો