સ્વીટ મઠરી | Sweet Mathri Recipe in Gujarati

ના દ્વારા Rani Soni  |  3rd Sep 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Sweet Mathri by Rani Soni at BetterButter
સ્વીટ મઠરીby Rani Soni
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

1

0

સ્વીટ મઠરી

સ્વીટ મઠરી Ingredients to make ( Ingredients to make Sweet Mathri Recipe in Gujarati )

 • 200 ગ્રામ મેંદો
 • 50 ગ્રામ ઘી
 • 100 ગ્રામ ખાંડ
 • 50 મીલી પાણી
 • ઘી - તળવા માટે
 • 2 ચમચી બદામ પિસ્તા સમારેલ
 • વરખ સજાવવા
 • 2-3 ગુલાબ ની પાંદડી

How to make સ્વીટ મઠરી

 1. એક વાસણમાં મેંદો લો.
 2. 50 ગ્રામ ઘી ને ગરમ કરી તેમાં નાંખો. (મુઠ્ઠી વળે એટલુ મોણ )
 3. હાથથી સારી રીતે મિકસ કરો.
 4. નવશેકું પાણીની મદદથી કણક બાંધો.
 5. 10 મિનીટ માટે કણક મૂકી રાખો.
 6. કણક માંથી નાના લૂઆ બનાવો તેને 2-3 ઈંચ વ્યાસ માં ગોળ આકાર માં વણી લો.
 7. ચાકૂ થી ઉપર કાપા મારી લો.
 8. 15 મિનીટ કપડા પર સૂકાવો.
 9. ઘીને ગરમ કરો.
 10. ઘી આંગળી ડૂબે શકે અેટલુ જ ગરમ થાય અેટલે તેમાં 1-2 મઠરી નાંખો.
 11. મધ્યમ અને અેકદમ ધીમા તાપ પર પર બદામી થાય ત્ત્યાં સુધી બંને બાજુ તળી લો.
 12. આવી જ રીતે તમામ મઠરી તળી લો.
 13. મઠરી ને ઠંડી કરો.
 14. ચાસણી માટે એક વાસણમાં ખાંડ અને 50 મીલી પાણી ઉમેરો.
 15. દોઢ તાર ની ચાસણી તૈયાર કરો.
 16. ગેસ બંધ કરી દો.
 17. ચાસણી માં મઠરી નાંખી 5 મિનિટ પછી મઠરી ને ચારણી પર મૂકી લો.
 18. જેથી વધારા ની ચાસણી નીકળી જાય અને મઠરી સૂકાઈ જાય.
 19. મીઠી મઠરી તૈયાર છે.
 20. સૂકામેવા,વરખ,ગુલાબ ની પાંદડી થી સજાઈ પિરસો.

My Tip:

મઠરી ને હવા ચુસ્ત કન્ટેનરમાં ભરી લો જેથી લાંબો સમય બગડે નહીં

Reviews for Sweet Mathri Recipe in Gujarati (0)