હોમ પેજ / રેસિપી / સ્વીટ મઠરી

Photo of Sweet Mathri by Rani Soni at BetterButter
913
8
0.0(0)
0

સ્વીટ મઠરી

Sep-03-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્વીટ મઠરી રેસીપી વિશે

તહેવારો માં બનાવો આ મીઠી મઠરી .આ રેસીપી વિશે શ્રેષ્ઠ બાબત એ છે કે તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરી શકો છો. મીઠી મઠરી બનાવવા માટે મેંદા ની કણક બાંધી તેને વણી ઘી માં તળવા માં આવે છે અને પછી ચાસણી માં ડૂબાડવા માં આવે છે.તેમજ બદામ, પિસ્તા નો ઉપયોગ કરી સજાવવા માં આવે છે. જે સ્વાદિષ્ટ, કડક મીઠી લાગે છે.

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • તળવું
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ મેંદો
  2. 50 ગ્રામ ઘી
  3. 100 ગ્રામ ખાંડ
  4. 50 મીલી પાણી
  5. ઘી - તળવા માટે
  6. 2 ચમચી બદામ પિસ્તા સમારેલ
  7. વરખ સજાવવા
  8. 2-3 ગુલાબ ની પાંદડી

સૂચનાઓ

  1. એક વાસણમાં મેંદો લો.
  2. 50 ગ્રામ ઘી ને ગરમ કરી તેમાં નાંખો. (મુઠ્ઠી વળે એટલુ મોણ )
  3. હાથથી સારી રીતે મિકસ કરો.
  4. નવશેકું પાણીની મદદથી કણક બાંધો.
  5. 10 મિનીટ માટે કણક મૂકી રાખો.
  6. કણક માંથી નાના લૂઆ બનાવો તેને 2-3 ઈંચ વ્યાસ માં ગોળ આકાર માં વણી લો.
  7. ચાકૂ થી ઉપર કાપા મારી લો.
  8. 15 મિનીટ કપડા પર સૂકાવો.
  9. ઘીને ગરમ કરો.
  10. ઘી આંગળી ડૂબે શકે અેટલુ જ ગરમ થાય અેટલે તેમાં 1-2 મઠરી નાંખો.
  11. મધ્યમ અને અેકદમ ધીમા તાપ પર પર બદામી થાય ત્ત્યાં સુધી બંને બાજુ તળી લો.
  12. આવી જ રીતે તમામ મઠરી તળી લો.
  13. મઠરી ને ઠંડી કરો.
  14. ચાસણી માટે એક વાસણમાં ખાંડ અને 50 મીલી પાણી ઉમેરો.
  15. દોઢ તાર ની ચાસણી તૈયાર કરો.
  16. ગેસ બંધ કરી દો.
  17. ચાસણી માં મઠરી નાંખી 5 મિનિટ પછી મઠરી ને ચારણી પર મૂકી લો.
  18. જેથી વધારા ની ચાસણી નીકળી જાય અને મઠરી સૂકાઈ જાય.
  19. મીઠી મઠરી તૈયાર છે.
  20. સૂકામેવા,વરખ,ગુલાબ ની પાંદડી થી સજાઈ પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર