Open in app

મોહનથાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  4 people
Mausami Modi4th Sep 2018

Mohanthal ના વિશે

Ingredients to make Mohanthal in gujarati

  • ધાબો આપવા માટે :
  • ઘી 1 ચમચો
  • દૂધ 1/2 કપ
  • ચણા નો જાડો લોટ ( કરકરો લોટ ) 1 કપ
  • લોટ શેકવા માટે :
  • ઘી 1/2 કપ
  • જાડો ચણા નો લોટ 1 કપ
  • ચાસણી બનાવા માટે :
  • ખાંડ 3/4 cup
  • પાણી 1 1/2 cup
  • બદામ 1/2 cup

How to make Mohanthal in gujarati

  1. સૌ પથમ આપણે ધાબો દઈ છીએ. એક કડાઈ માં ઘી લો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો.
  2. ત્યાર બાદ તેમાં દૂધ ઉમેરો, ત્યાર બાદ તેમાં લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  3. ત્યાર બાદ 5 મિનીટ રાખી દો. ત્યાર બાદ લોટ ને ચાળી લો.
  4. હવે આપણે લોટ શેકીશું.
  5. સૌ પ્રથમ આપણે એક કડાઈ માં ઘી ઉમેરીશું.
  6. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં લોટ ઉમેરીશું.
  7. હવે લોટ ને આછા બદામી રંગ નો શેકી લઇ એ.
  8. હવે આપણે ચાસણી બનાવીશું. એક કડાઈ માં ખાંડ અને પાણી લઈશું.
  9. હવે આપણે 2 તાર ની ચાસણી બનાવી લઈશું.
  10. હવે લોટ શેકાઈ જાય એટલે ગેસ ને બંધ કરી ને તેમાં થોડું દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરીયા બાદ ચમચો ન હલાવો એટલે લોટ માં કણી પડે.
  11. હવે ચાસણી અને શેકેલો લોટ બને થોડી વાર ઠરવા દેશો.
  12. હવે ચાસણી ને લોટ માં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.
  13. હવે તેમાં એલચી પાવડર ઉમેરો.
  14. બંને ને મિક્સ કર્યા બાદ થોડી વાર રાખી દો.
  15. ત્યાર બાદ તેમાં એક થાળી માં ઘી લગાવી ને મિશ્રણ ને થાળી માં ઉમેરો.
  16. થાળી માં ઉમેરીયા બાદ મિશ્રણ પર ચમચો ન લગાવો થાળી ને પ્લેટફોર્મ પર પછાડો ધીમે થી.
  17. હવે થોડી વાર બાદ તેમાં બદામ ની કતરણ ઉમેરો અને રાખી દો થોડી વાર.
  18. ત્યાર બાદ છરી ની મદદ થી પીસ કરી લો.
  19. તો હવે તૈયાર છે મોહનથાળ.

Reviews for Mohanthal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mohanthal in gujarati

  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    1 likes
  • મોહનથાળ

    0 likes
  • લૂઝ મોહનથાળ

    4 likes