Open in app

લાપસી ચોકો પુડિંગ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  60 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  3 people
Urvashi Belani4th Sep 2018

Lapsi choco pudding ના વિશે

Ingredients to make Lapsi choco pudding in gujarati

  • સૌથી નીચે ની લેયર માટે:
  • 1 કપ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1 ચમચી કસ્ટર્ડ પાવડર
  • 1/4 ચમચી ઈલાયચી પાવડર
  • ચોકલેટ ગનાશ માટે:
  • 1/2 કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  • 1/2 કપ ફ્રેશ ક્રીમ
  • 1 ચમચી બટર
  • લાપસી બનાવવા માટે:
  • 1/2 કપ ઘઉં ના ફાડા
  • 2 ચમચા ઘી
  • 11/2 કપ હુંફાળું પાણી
  • 6 ચમચી ખાંડ
  • 1/4 ચમચી ઈલાયચી પાવડર
  • સજાવવા માટે:
  • ફ્રેશ ક્રીમ
  • 5 થી 7 બટર ચોકલેટ
  • ચોકલેટ ની પાંખડી બનાવવા માટે ડાર્કચોકલેટ અને ફુદીના ના પાન
  • તુલસી ના પાન

How to make Lapsi choco pudding in gujarati

  1. સૌ પ્રથમ દૂધ ને ઉકળવા મુકો, ખાંડ નાખી મિક્સ કરો.
  2. 3 ચમચા ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાવડર ઘોળી તેને ઉકળતા દૂધ માં નાખી સતત હલાવતા રહો. .
  3. 2 મિનિટ ઉકળ્યા પછી ઈલાયચી પાવડર નાખી ગેસ બન્દ કરી દો અને ઠંડુ થવા દો
  4. ચોકલેટ ગનાશ માટે ફ્રેશ ક્રીમ ને હુંફાળું ગરમ કરી તેમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા નાખી બરાબર મિક્ષ કરો પછી બટર નાખો અને મિક્સ કરો.
  5. લાપસી માટેકુકર માં ઘી ગરમ કરી ઘઉં ના ફાડા નાખી હલાવતા રહો.
  6. જ્યારે તે ગોલ્ડન થાય ત્યારે તેમાં પાણી નાખી ઢાંકણ લગાવી 2 સિટી વગાડો
  7. પછી ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમી આંચ પર ગાઢું થાય ત્યાં સુધી થવા દો.
  8. પુડિંગ બનાવવા માટે એક કાચ ના ગ્લાસ માં સૌ પ્રથમ કસ્ટર્ડ વાળું મિક્સચર નાખી 1 કલાક ફ્રીઝ માં મુકો.
  9. હવે તેના પર ચોકલેટ ગનાશ ની લેયર બનાવો, પછી લાપસી ની લેયર બનાવો.
  10. આ રીતે એક પછી એક લેયર બનાવો અને 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  11. સૌથી ઉપર થોડું ફ્રેશ ક્રીમ, ચોકલેટ ની પાંખડી ,તુલસી ના પાન અને બટર ચોકલેટ ના ફુલ થી સજાવી સર્વ કરો.
  12. બટર ચોકલેટ ના ફૂલ બનાવવા માટે ચોકલેટ ને વેલણ થી વણી લો અને પછી આ ચોકલેટ ને એક પછી એક મૂકી રોલ વાળી લો. હવે ફૂલ ની પાંખડી ખોલી દો.
  13. ચોકલેટ ની પાંખડી બનાવવા માટે ફુદીના ના પાન પર મેલટેડ ડાર્ક ચોકલેટ લગાવી ફ્રીઝ માં સેટ કરો, પછી ફુદીના ના પાન ને અલગ કરી દો.

Reviews for Lapsi choco pudding in gujarati (0)

No reviews yet.

Recipes similar to Lapsi choco pudding in gujarati

  • લાપસી

    2 likes
  • ફાળા લાપસી

    2 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    3 likes
  • ફાડા લાપસી

    1 likes
  • તલધારી લાપસી

    7 likes