BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / લાપસી ચોકો પુડિંગ

Photo of Lapsi choco pudding by Urvashi Belani at BetterButter
0
3
0(0)
0

લાપસી ચોકો પુડિંગ

Sep-04-2018
Urvashi Belani
60 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

લાપસી ચોકો પુડિંગ રેસીપી વિશે

લાપસી એ ઘઉં ના ફાડા માંથી બનતી પારંપારિક મીઠાઈ છે. અહીં મેં લાપસી ને નવું રૂપ આપ્યું છે. લાપસી ને ચોકલેટ ફ્લેવર સાથે પુડિંગ બનાવી ને બાળકો આકર્ષે એ સર્વ કર્યું છે.

રેસીપી ટૈગ

  • તહેવાર
  • મિશ્રણ
  • ફ્રીઝ કરવું
  • ડેઝર્ટ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. સૌથી નીચે ની લેયર માટે:
  2. 1 કપ દૂધ
  3. 2 ચમચી ખાંડ
  4. 1 ચમચી કસ્ટર્ડ પાવડર
  5. 1/4 ચમચી ઈલાયચી પાવડર
  6. ચોકલેટ ગનાશ માટે:
  7. 1/2 કપ ડાર્ક ચોકલેટ ના ટુકડા
  8. 1/2 કપ ફ્રેશ ક્રીમ
  9. 1 ચમચી બટર
  10. લાપસી બનાવવા માટે:
  11. 1/2 કપ ઘઉં ના ફાડા
  12. 2 ચમચા ઘી
  13. 11/2 કપ હુંફાળું પાણી
  14. 6 ચમચી ખાંડ
  15. 1/4 ચમચી ઈલાયચી પાવડર
  16. સજાવવા માટે:
  17. ફ્રેશ ક્રીમ
  18. 5 થી 7 બટર ચોકલેટ
  19. ચોકલેટ ની પાંખડી બનાવવા માટે ડાર્કચોકલેટ અને ફુદીના ના પાન
  20. તુલસી ના પાન

સૂચનાઓ

  1. સૌ પ્રથમ દૂધ ને ઉકળવા મુકો, ખાંડ નાખી મિક્સ કરો.
  2. 3 ચમચા ઠંડા દૂધ માં કસ્ટર્ડ પાવડર ઘોળી તેને ઉકળતા દૂધ માં નાખી સતત હલાવતા રહો. .
  3. 2 મિનિટ ઉકળ્યા પછી ઈલાયચી પાવડર નાખી ગેસ બન્દ કરી દો અને ઠંડુ થવા દો
  4. ચોકલેટ ગનાશ માટે ફ્રેશ ક્રીમ ને હુંફાળું ગરમ કરી તેમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા નાખી બરાબર મિક્ષ કરો પછી બટર નાખો અને મિક્સ કરો.
  5. લાપસી માટેકુકર માં ઘી ગરમ કરી ઘઉં ના ફાડા નાખી હલાવતા રહો.
  6. જ્યારે તે ગોલ્ડન થાય ત્યારે તેમાં પાણી નાખી ઢાંકણ લગાવી 2 સિટી વગાડો
  7. પછી ખાંડ અને ઈલાયચી પાવડર નાખી ધીમી આંચ પર ગાઢું થાય ત્યાં સુધી થવા દો.
  8. પુડિંગ બનાવવા માટે એક કાચ ના ગ્લાસ માં સૌ પ્રથમ કસ્ટર્ડ વાળું મિક્સચર નાખી 1 કલાક ફ્રીઝ માં મુકો.
  9. હવે તેના પર ચોકલેટ ગનાશ ની લેયર બનાવો, પછી લાપસી ની લેયર બનાવો.
  10. આ રીતે એક પછી એક લેયર બનાવો અને 1/2 કલાક ફ્રીઝ માં મૂકી દો.
  11. સૌથી ઉપર થોડું ફ્રેશ ક્રીમ, ચોકલેટ ની પાંખડી ,તુલસી ના પાન અને બટર ચોકલેટ ના ફુલ થી સજાવી સર્વ કરો.
  12. બટર ચોકલેટ ના ફૂલ બનાવવા માટે ચોકલેટ ને વેલણ થી વણી લો અને પછી આ ચોકલેટ ને એક પછી એક મૂકી રોલ વાળી લો. હવે ફૂલ ની પાંખડી ખોલી દો.
  13. ચોકલેટ ની પાંખડી બનાવવા માટે ફુદીના ના પાન પર મેલટેડ ડાર્ક ચોકલેટ લગાવી ફ્રીઝ માં સેટ કરો, પછી ફુદીના ના પાન ને અલગ કરી દો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર