Open in app

અડદીયો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  10 people

Adadiyo ના વિશે

Ingredients to make Adadiyo in gujarati

  • અડદની દાળનો કરકરો લોટ 500 ગ્રામ
  • ઘી 400 ગ્રામ
  • દળેલી ખાંડ 350 ગ્રામ
  • બાવળિયો ગુંદર 50 ગ્રામ
  • દુધ 50 મીલી
  • સુંઠ પાવડર 1 ચમચી
  • કાળા મરીનો પાવડર 1ચમચી
  • એલચી-જાયફળનો પાવડર 1ચમચી
  • કાજુ બદામના ટુકડા 50 ગ્રામ

How to make Adadiyo in gujarati

  1. કથરોટમાં અડદની દાળનો કરકરો લોટ લો.
  2. એક વાટકીમાં દુધ લઈ 1ચમચી ઘી ઉમેરી થોડું હલાવી મિક્સ કરો.
  3. આ દુધ ઘીનું મિશ્રણ અડદીયાનાં લોટમાં ઉમેરી સરખું મિકસ કરી હળવા હાથે થોડું દબાવી 2 કલાક રેસ્ટ આપો..... આ પ્રક્રિયાને ધ્રાબો દેવો કહેવાય.
  4. હવે 2 કલાક પછી... આ લોટને મિકસરમાં ક્રશ કરી લો. જેથી લોટ કણીદાર થશે.
  5. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકો... ઘી ગરમ કરો.... એમાં અડદીયાનો લોટ ઉમેરી ધીમા તાપે સેકતા જાવ ગુલાબી રંગનો શેકાય અને ઘી છુટુ પડવા લાગે એટલે ગુંદર ઉમેરો..... ગુંદર ફુટવા લાગે ત્યારે ગેસ બંધ કરી નીચે ઉતારી લો.
  6. હવે તેમાં એલચી-જાયફળનો પાવડર સુંઠ પાવડર કાળા મરીનો પાવડર ઉમેરો.... કાજુ બદામના ટુકડા ઉમેરો.
  7. સરખી રીતે હલાવો... બધું બરાબર મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.
  8. હવે ઠંડુ થઈ ગયા બાદ એમાં દળેલી ખાંડ ઉમેરી હાથેથી મિક્સ કરી અડદીયા વાળી લો.
  9. તો લો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઈલથી બનેલાં અડદીયા.

Reviews for Adadiyo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Adadiyo in gujarati