Photo of Adadiyo by Hiral Hemang  Thakrar at BetterButter
666
2
0.0(0)
0

અડદીયો

Sep-04-2018
Hiral Hemang Thakrar
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

અડદીયો રેસીપી વિશે

અડદની દાળના કરકરા લોટમાંથી બનાવવામાં આવે છે, ખાસ કરીને શિયાળાની ઋતુઋતુમાં બનાવાતી મીઠાઈ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 10

  1. અડદની દાળનો કરકરો લોટ 500 ગ્રામ
  2. ઘી 400 ગ્રામ
  3. દળેલી ખાંડ 350 ગ્રામ
  4. બાવળિયો ગુંદર 50 ગ્રામ
  5. દુધ 50 મીલી
  6. સુંઠ પાવડર 1 ચમચી
  7. કાળા મરીનો પાવડર 1ચમચી
  8. એલચી-જાયફળનો પાવડર 1ચમચી
  9. કાજુ બદામના ટુકડા 50 ગ્રામ

સૂચનાઓ

  1. કથરોટમાં અડદની દાળનો કરકરો લોટ લો.
  2. એક વાટકીમાં દુધ લઈ 1ચમચી ઘી ઉમેરી થોડું હલાવી મિક્સ કરો.
  3. આ દુધ ઘીનું મિશ્રણ અડદીયાનાં લોટમાં ઉમેરી સરખું મિકસ કરી હળવા હાથે થોડું દબાવી 2 કલાક રેસ્ટ આપો..... આ પ્રક્રિયાને ધ્રાબો દેવો કહેવાય.
  4. હવે 2 કલાક પછી... આ લોટને મિકસરમાં ક્રશ કરી લો. જેથી લોટ કણીદાર થશે.
  5. હવે જાડા તળીયાવાળી કડાઈ લઈ ગેસ પર મૂકો... ઘી ગરમ કરો.... એમાં અડદીયાનો લોટ ઉમેરી ધીમા તાપે સેકતા જાવ ગુલાબી રંગનો શેકાય અને ઘી છુટુ પડવા લાગે એટલે ગુંદર ઉમેરો..... ગુંદર ફુટવા લાગે ત્યારે ગેસ બંધ કરી નીચે ઉતારી લો.
  6. હવે તેમાં એલચી-જાયફળનો પાવડર સુંઠ પાવડર કાળા મરીનો પાવડર ઉમેરો.... કાજુ બદામના ટુકડા ઉમેરો.
  7. સરખી રીતે હલાવો... બધું બરાબર મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.
  8. હવે ઠંડુ થઈ ગયા બાદ એમાં દળેલી ખાંડ ઉમેરી હાથેથી મિક્સ કરી અડદીયા વાળી લો.
  9. તો લો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઈલથી બનેલાં અડદીયા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર