હોમ પેજ / રેસિપી / ઓટસ ખજૂર કેસરિયા અંગૂરી રબડી

Photo of Oats dates kesariya Angoori Rabdi by Leena Sangoi at BetterButter
642
2
0.0(0)
0

ઓટસ ખજૂર કેસરિયા અંગૂરી રબડી

Sep-04-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓટસ ખજૂર કેસરિયા અંગૂરી રબડી રેસીપી વિશે

ખજૂર, બદામ, ઓટસ અને કેસર એલચીના સ્વાદ સાથે ઝડપી અને સરળ રબડી માં અંગૂરી રસગુલ્લા અનેરો ટેસ્ટ આપે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ભારતીય
  • ઉકાળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. રબડી માટે. ૩/૪કપ ઓટ્સ પાવડર
  2. ૬ ટેબલસ્પૂન કાતરી કરી ને દૂધ માં પલાળેલી ખજૂર
  3. ૩ કપ ગાયનું દૂધ
  4. ૧/૨ ચમચી એલચી પાઉડર
  5. ૧ ટેબલસ્પૂન ગરમ દૂધ
  6. કેસર તાતણા
  7. અંગૂરી રસગુલ્લા માટે
  8. ૧ લિટર ગાય નું દૂધ
  9. ૫ કપ પાણી
  10. ૧ ચમચી ગુલાબનું એસેન્સ
  11. ૧ ૧/૨ કપ ખાંડ
  12. ૧ ચમચી સરકો
  13. ૧ચમચી પીસેલી સાકર
  14. બદામ, પિસ્તા કતરણ ,સૂકી ગુલાબ પાંદડી સજાવટ માટે

સૂચનાઓ

  1. રબડી માટે દૂધને ઊંડા નોન-સ્ટિક પેનમાં ગરમ કરો અને તેને ઉકાળો.
  2. પલાળેલી ખજૂર ની મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
  3. ઓટ્સ પાવડર અને ખજૂર પેસ્ટ ઉકળતા દૂધમાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
  4. સતત હલાવો.
  5. ૫ થી ૬ મિનિટ માટે એક મધ્યમ જ્યોત પર કૂક કરો.
  6. ગરમ દૂધ માં કેસર તાતણા પલાળી ને નાખો.
  7. જ્યોત બંધ કરો, એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  8. ઠંડુ કરવા રાખો.
  9. અંગૂરી રસગુલ્લા માટે -દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
  10. સરકા ને ૧ ચમચી પાણી માં મિક્સ કરી તે પાણી દૂધમાં ભેળવો.
  11. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને પાણી નિતારી લો.
  12. ૨ થી ૩ પાણી થી પનીર ને ધુઓ.જેથી સરકા નો ટેસ્ટ નીકળી જાય.
  13. હવે પનીર માં પીસેલી સાકર અને ગુલાબનું એસેન્સ ભેળવીને હલકે હાથે મસળો.
  14. તેના અંગૂર સાઇઝ ના ગોળા કરો.
  15. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને એક તારની ચાસણી બનાવો
  16. થોડીવાર પછી ગોળા ચીસણીમાં ઉમેરો.
  17. ૧૦ થી ૧૨ મિનિટ માટે મધ્યમ તાપે રાખો.
  18. ઠંડા થવા દો.
  19. અંગૂરી રસગુલ્લા ચાસણીમાં થી કાઢીને ઓટસ ખજૂર રબડી માં નાખો.
  20. બાઉલ માં પીરસીને બદામ ,પિસ્તા ,ગુલાબ ની સૂકી પાંદડી થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર