Open in app

ઓટસ ખજૂર કેસરિયા અંગૂરી રબડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  6 people
Leena Sangoi4th Sep 2018

Oats dates kesariya Angoori Rabdi ના વિશે

Ingredients to make Oats dates kesariya Angoori Rabdi in gujarati

  • રબડી માટે. ૩/૪કપ ઓટ્સ પાવડર
  • ૬ ટેબલસ્પૂન કાતરી કરી ને દૂધ માં પલાળેલી ખજૂર
  • ૩ કપ ગાયનું દૂધ
  • ૧/૨ ચમચી એલચી પાઉડર
  • ૧ ટેબલસ્પૂન ગરમ દૂધ
  • કેસર તાતણા
  • અંગૂરી રસગુલ્લા માટે
  • ૧ લિટર ગાય નું દૂધ
  • ૫ કપ પાણી
  • ૧ ચમચી ગુલાબનું એસેન્સ
  • ૧ ૧/૨ કપ ખાંડ
  • ૧ ચમચી સરકો
  • ૧ચમચી પીસેલી સાકર
  • બદામ, પિસ્તા કતરણ ,સૂકી ગુલાબ પાંદડી સજાવટ માટે

How to make Oats dates kesariya Angoori Rabdi in gujarati

  1. રબડી માટે દૂધને ઊંડા નોન-સ્ટિક પેનમાં ગરમ કરો અને તેને ઉકાળો.
  2. પલાળેલી ખજૂર ની મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવો.
  3. ઓટ્સ પાવડર અને ખજૂર પેસ્ટ ઉકળતા દૂધમાં ઉમેરો, સારી રીતે મિક્સ કરો.
  4. સતત હલાવો.
  5. ૫ થી ૬ મિનિટ માટે એક મધ્યમ જ્યોત પર કૂક કરો.
  6. ગરમ દૂધ માં કેસર તાતણા પલાળી ને નાખો.
  7. જ્યોત બંધ કરો, એલચી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
  8. ઠંડુ કરવા રાખો.
  9. અંગૂરી રસગુલ્લા માટે -દૂધને ગરમ કરી, ઊભરો આવે એટલે ઉતારી લો.
  10. સરકા ને ૧ ચમચી પાણી માં મિક્સ કરી તે પાણી દૂધમાં ભેળવો.
  11. દૂધ અને પાણી છૂટા પડે એટલે કપડામાં ગાળીને પાણી નિતારી લો.
  12. ૨ થી ૩ પાણી થી પનીર ને ધુઓ.જેથી સરકા નો ટેસ્ટ નીકળી જાય.
  13. હવે પનીર માં પીસેલી સાકર અને ગુલાબનું એસેન્સ ભેળવીને હલકે હાથે મસળો.
  14. તેના અંગૂર સાઇઝ ના ગોળા કરો.
  15. હવે એક વાસણમાં પાણી લો, તેમાં ખાંડ ઉમેરો અને એક તારની ચાસણી બનાવો
  16. થોડીવાર પછી ગોળા ચીસણીમાં ઉમેરો.
  17. ૧૦ થી ૧૨ મિનિટ માટે મધ્યમ તાપે રાખો.
  18. ઠંડા થવા દો.
  19. અંગૂરી રસગુલ્લા ચાસણીમાં થી કાઢીને ઓટસ ખજૂર રબડી માં નાખો.
  20. બાઉલ માં પીરસીને બદામ ,પિસ્તા ,ગુલાબ ની સૂકી પાંદડી થી સજાવો.

Reviews for Oats dates kesariya Angoori Rabdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Oats dates kesariya Angoori Rabdi in gujarati