Open in app

અંજીર વેડમી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Anjali Kataria4th Sep 2018

Anjeer Vedmi ના વિશે

Ingredients to make Anjeer Vedmi in gujarati

  • અ) સ્ટફિંગ માટે
  • ૧૦-૧૫ સુકા અંજીર
  • ૧/૨ કપ કાજુ બદામ અને પીસ્તા (અધકચરા)
  • ૪ મોટી ચમચી ઘી
  • ૪-૫ કેસર ના તાંતણા
  • ૨ મોટી ચમચી દૂધ
  • ચપટી એલચી પાઉડર
  • ૧ મોટું બાઉલ ગરમ પાણી
  • બ) વેડમી માટે
  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૧/૪ કપ મેદા નો લોટ
  • ચપટી મીઠું
  • ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
  • પાણી જરૂરિયાત મુજબ
  • ૧ મોટી ચમચી તેલ

How to make Anjeer Vedmi in gujarati

  1. સૌપ્રથમ ગરમ પાણી અંજીરને દસ મિનિટ સુધી પલાળવા માટે મૂકો.
  2. અંજીર પલળી જાય એટલે તેને પાણી માંથી કાઢી લો.
  3. હવે એક મિક્ચર ની જાર લઈને અંજીરને તેમાં ક્રશ કરી નાખો.
  4. ક્રશ કરેલા અંજીરને એક બાઉલમાં કાઢી લો.
  5. હવે એક નાની વાડકી માં દૂધ નાખો અને તેમાં કેસરના તાંતણા પણ નાખો.
  6. કેસરને દુધમાં ઓગળવા દો.
  7. એક બાઉલ લો.
  8. તેમાં ઘઉં અને મેદાનો લોટ ઉમેરો.
  9. હળદર, મીઠું પણ ઉમેરો.
  10. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  11. લોટ બંધાઈ જાય એટલે મા થોડુ તેલ નાખીને લોટને બરાબર મસળી લો.
  12. હવે લોટને તેલ વડે ગ્રીસ કરી ને અડધો કલાક સુધી રહેવા દો.
  13. એક કડાઈ લો.
  14. તેમાં ઘી નાખો.
  15. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલા અંજીરને નાખો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. બે મિનિટ સુધી ચઢવા દો.
  18. સતત એક દિશામાં હલાવતાં રહો.
  19. હવે તેમાં સુકામેવા ઉમેરો.
  20. બરાબર મિક્સ કરી લો.
  21. એલચી પાવડર નાખો.
  22. દૂધમાં ઓગાળેલુ કેસર પણ નાખો.
  23. બરાબર મિક્સ કરી લો.
  24. એક મિનિટ સુધી ચડવા દો.
  25. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  26. હવે બાંધેલા લોટ ના નાના ગુંદલા બનાવી લો.
  27. હવે તેને વણી લો.
  28. થોડું જાડું વણો.
  29. હવે તેમાં તૈયાર કરેલું અંજીર નું પૂરણ નાખો.
  30. વેડમી ને કવર કરી લો.
  31. આ રીતે બધી વેડમી બનાવી લો.
  32. હવે એક કડામાં ઘી/તેલ ગરમ કરો.
  33. ગરમ થાય એટલે વેડમી ને તળી લો.
  34. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  35. હવે સરવિંગ ડીશ માં કાઢી લ્યો.
  36. રબડી અથવા દૂધ સાથે સર્વ કરો.

Reviews for Anjeer Vedmi in gujarati (1)

Bhavana Kataria3 months ago

Wow. Something Innovative.

Recipes similar to Anjeer Vedmi in gujarati

  • અંજીર બોલ

    4 likes
  • અંજીર શેક

    2 likes
  • અંજીર રબડી

    3 likes
  • અંજીર રોલસ

    1 likes
  • અંજીર નટસ રોલ

    5 likes
  • અંજીર નો હલવો

    4 likes