Photo of Anjeer Vedmi by Anjali Kataria at BetterButter
3468
5
0.0(1)
0

Anjeer Vedmi

Sep-04-2018
Anjali Kataria
40 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • મહારાષ્ટ્ર
  • તળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. અ) સ્ટફિંગ માટે
  2. ૧૦-૧૫ સુકા અંજીર
  3. ૧/૨ કપ કાજુ બદામ અને પીસ્તા (અધકચરા)
  4. ૪ મોટી ચમચી ઘી
  5. ૪-૫ કેસર ના તાંતણા
  6. ૨ મોટી ચમચી દૂધ
  7. ચપટી એલચી પાઉડર
  8. ૧ મોટું બાઉલ ગરમ પાણી
  9. બ) વેડમી માટે
  10. ૧ કપ ઘઉં નો લોટ
  11. ૧/૪ કપ મેદા નો લોટ
  12. ચપટી મીઠું
  13. ૧/૪ નાની ચમચી હળદર પાઉડર
  14. પાણી જરૂરિયાત મુજબ
  15. ૧ મોટી ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ ગરમ પાણી અંજીરને દસ મિનિટ સુધી પલાળવા માટે મૂકો.
  2. અંજીર પલળી જાય એટલે તેને પાણી માંથી કાઢી લો.
  3. હવે એક મિક્ચર ની જાર લઈને અંજીરને તેમાં ક્રશ કરી નાખો.
  4. ક્રશ કરેલા અંજીરને એક બાઉલમાં કાઢી લો.
  5. હવે એક નાની વાડકી માં દૂધ નાખો અને તેમાં કેસરના તાંતણા પણ નાખો.
  6. કેસરને દુધમાં ઓગળવા દો.
  7. એક બાઉલ લો.
  8. તેમાં ઘઉં અને મેદાનો લોટ ઉમેરો.
  9. હળદર, મીઠું પણ ઉમેરો.
  10. જરૂરિયાત મુજબ પાણી નાખીને તેનો લોટ બાંધી લો.
  11. લોટ બંધાઈ જાય એટલે મા થોડુ તેલ નાખીને લોટને બરાબર મસળી લો.
  12. હવે લોટને તેલ વડે ગ્રીસ કરી ને અડધો કલાક સુધી રહેવા દો.
  13. એક કડાઈ લો.
  14. તેમાં ઘી નાખો.
  15. ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલા અંજીરને નાખો.
  16. બરાબર મિક્સ કરી લો.
  17. બે મિનિટ સુધી ચઢવા દો.
  18. સતત એક દિશામાં હલાવતાં રહો.
  19. હવે તેમાં સુકામેવા ઉમેરો.
  20. બરાબર મિક્સ કરી લો.
  21. એલચી પાવડર નાખો.
  22. દૂધમાં ઓગાળેલુ કેસર પણ નાખો.
  23. બરાબર મિક્સ કરી લો.
  24. એક મિનિટ સુધી ચડવા દો.
  25. ત્યારબાદ ગેસ બંધ કરી દો.
  26. હવે બાંધેલા લોટ ના નાના ગુંદલા બનાવી લો.
  27. હવે તેને વણી લો.
  28. થોડું જાડું વણો.
  29. હવે તેમાં તૈયાર કરેલું અંજીર નું પૂરણ નાખો.
  30. વેડમી ને કવર કરી લો.
  31. આ રીતે બધી વેડમી બનાવી લો.
  32. હવે એક કડામાં ઘી/તેલ ગરમ કરો.
  33. ગરમ થાય એટલે વેડમી ને તળી લો.
  34. બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળો.
  35. હવે સરવિંગ ડીશ માં કાઢી લ્યો.
  36. રબડી અથવા દૂધ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Bhavana Kataria
Sep-10-2018
Bhavana Kataria   Sep-10-2018

Wow. Something Innovative.

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર