હોમ પેજ / રેસિપી / પંજાબી ખીર

Photo of Punjabi kheer by Harsha Israni at BetterButter
593
4
0.0(0)
0

પંજાબી ખીર

Sep-04-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પંજાબી ખીર રેસીપી વિશે

આ ખીર ખારેક,બેસન ,ગોળઅને દૂધમાંથી બનાવી છે જે ટેસ્ટમાં માવા જેવી જેવી લાગેછે.આ ખીર જલ્દી પણ બની જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પંજાબી
  • પીસવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૫૦૦ ગ્રામ દૂધ
  2. ૧૨૫/૧૫૦ ગ્રામ ગોળ
  3. ૧ ચમચી ઘી
  4. ૮ - ૧૦ નંગ ખારેક
  5. ૧ & ૧/૨ મોટી ચમચી બેસન
  6. બદામ /પીસ્તાની કતરણ સજાવા માટે

સૂચનાઓ

  1. સૌ પહેલા ખારેકમાંથી ઠળિયા કાઢી ૧/૨ કપ દૂધ ઉમેરી મીકસરના જારમાં બારીક પીસીને પેસ્ટ બનાવી લો.
  2. એક તપેલીમાં દૂધ ગરમ કરી ખારેકની પેસ્ટ ઉમેરીને ધીમી આંચે હલાવો.
  3. એક કઢાઈમાં ઘી ગરમ કરી બેસન ઉમેરી ગુલાબી રંગનું થાય ત્યાં સુધી સાંતળો.
  4. હવે છેલ્લે ઘી માં શેકેલા બેસનમાં ખારેકવાળુ દૂધ ઉમેરી ધીમી આંચે સતત હલાવો.છેલ્લે ગોળ (ટેસ્ટ મુજબ)ઉમેરો.ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો. બદામ ,પીસ્તાની કતરણ ઉમેરો.
  5. તૈયાર છે પંજાબી ખીર ગરમા ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર