Open in app

લૂઝ મોહનથાળ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Krupa Shah4th Sep 2018

Loose Mohanthal ના વિશે

Ingredients to make Loose Mohanthal in gujarati

  • ૧ કપ ઝીણો ચણા નો લોટ
  • ૧/૨ કપ કકરો ચણા નો લોટ
  • ૨ મોટી ચમચી ગરમ દૂધ
  • ૧ કપ ઘી
  • ૫૦ ગ્રામ છીણેલો માવો
  • ૧ નાની ચમચી ઇલાયચી અને જાયફળ નો પાવડર
  • ખાંડ ની ચાસણી માટે:
  • ૧ કપ + ૨ મોટી ચમચી ખાંડ
  • થોડા કેસર ના તાંતણા
  • જરૂર મુજબ પાણી
  • સજાવટ માટે :
  • બદામ અને કાજુ જરૂર મુજબ

How to make Loose Mohanthal in gujarati

  1. બેવ ચણા ના લોટ એક વાસણ માં લેવા અને વચ્ચે ખાડો કરવો.
  2. આ ખાડા માં ગરમ દૂધ અને એક મોટી ચમચી પીગાળેલું ઘી ઉમેરવું.
  3. હવે ચણા ના લોટ થી ખાડો ઢાંકી દેવો અને ૧૦ મિનિટ માટે બાજુ પર મૂકી દેવું. (આને ધાબો દેવું કહેવાય)
  4. ચાસણી બનાવા મૂકી દેવી.
  5. ચાસણી માટે એક વાસણ માં ખાંડ લેવી અને એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવું અને ગરમ કરવા મૂકવું.
  6. કેસર નાખી ૧ & ૧/૨ તાર ની ચાસણી તૈયાર કરી લો.
  7. ધાબો આપેલો ચણા ના લોટ ને હાથ થી મસળી લો એ રીતે કે ઘી અને દૂધ બરાબર લાગી જાય.
  8. હવે એક નોન-સ્ટિક પેન માં ઘી ગરમ કરી એમાં મસળેલા ચણા નો લોટો ઉમેરી દો.
  9. ૧૦-૧૨ મિનીટ સુધી ધીમી આંચ પર શેકો, થોડી થોડી વાર પછી હલાવતા રહેવું.
  10. સોનેરી રંગ નું થઈ જાય પછી ગૅસ બંધ કરી એમાં માવો નાખી દેવો.
  11. એમાં ઇલાયચી અને જાયફળ પાવડર ઉમેરી લો.
  12. હવે એમાં ખાંડ ની ચાસણી ઉમેરી લો અને બરાબર હલાવી લો.
  13. ૩-૪ મિનિટ માટે ગેસ પર શેકી લો.
  14. લૂઝ મોહનથાળ તૈયાર છે અને બદામ અને કાજુ થી સજાવીને પીરસો.

Reviews for Loose Mohanthal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Loose Mohanthal in gujarati

  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    2 likes
  • મોહનથાળ

    1 likes
  • મોહનથાળ

    0 likes