હોમ પેજ / રેસિપી / ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા

Photo of Churma And Oats Bhakhari Laddus by Krupa Shah at BetterButter
449
5
0.0(0)
0

ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા

Sep-04-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચૂરમાં અને ઓસ્ટ્સ ના ભાખરી લડવા રેસીપી વિશે

આ લડવા એકદમ જ પૌષ્ટિક અને હેલ્ધી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧/૨ કપ શેકેલા ઓસ્ટ્સ નો પાવડર/ભૂક્કો
  2. ૧ & ૧/૨ કપ ઘઉં નો કકારો લોટ
  3. ૧ & ૧/૪ કપ ગોળ
  4. ૧ કપ ઘર નું ઘી
  5. ૩/૪ કપ દૂધ
  6. ૧ નાની ચમચી એલચીનો અને જાયફળ નો પાવડર
  7. ઈચ્છા પ્રમાણે મિક્સ ડ્રાય ફ્રુટ પાવડર
  8. સજાવટ માટે:
  9. ખસ ખસ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટ માં ૨ મોટા ચમચા ઘી અને દૂધ ઉમેરી ને કણક તૈયાર કરો.
  2. ભાખરી જેવી કણક બંધાવી.
  3. હવે આ કણક ના ચાર સરખા ભાગ કરી ગોળાં વાળી લો.
  4. આ ગોળાં માંથી જાડી ભાખરી વણી લો અને વેલણ ના એક ચેડાં થી ખાડો કરી લો.
  5. હવે આ ભાખરી ને તવા પર ધીમા તાપે શેકી લો.
  6. ભખારીઓ બરાબર શેકાઈ જાય પછી અને ઠંડી કરી ટુકડા કરી લેવા.
  7. મિક્સર માં રવા જેવા પીસી લેવા.
  8. એક નોન-સ્ટિક પેન માં ઘી ગરમ કરી એમાં ગોળ ઉમેરી પાઈ તૈયાર કરો.
  9. તૈયાર પાઈ માં ઘઉં નો રવો અને ઓસ્ટ્સ પાવડર ઉમેરી બરાબર હલાવી લો.
  10. તૈયાર મિશ્રણમાં ડ્રાય ફ્રુટ પાવડર ઉમેરી લો.
  11. હવે હાથે થી અથવા સાંચો વાપરી લડવા તૈયાર કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર