Open in app

આલુ બૂખારા અને નારિયેળ નાં સ્ટફઇંગ વાળા ગુજીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Ankita Tahilramani4th Sep 2018

Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings ના વિશે

Ingredients to make Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings in gujarati

  • ગુજીયા ની અંદર નાં પુરણ માટે-
  • સુકા આલુ બુખારા (ડ્રઆઇડ પૃનસ) 14-15 નંગ
  • નારિયેળ નું બૂરું 2 ટેબલ સ્પૂન
  • શેકેલી સૂજી 2 ટેબલ સ્પૂન
  • એલચી પાવડર 1 ટી સ્પૂન
  • ખાંડ 4 ટેબલ સ્પૂન
  • 2 ટેબલ સ્પૂન બારીક કટીંગ કરેલ સુકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ)
  • ઘી 2 ટેબલ સ્પૂન
  • ગુજીયા નું ઉપર નું પળ બનાવા માટે -
  • મેંદો 1 મોટો કપ
  • ઘઉં નો લોટ અડધો કપ
  • ઘી (મોંન માટે) 2 ટેબલ સ્પૂન
  • બેકિંગ સોડા 1/8 ટી સ્પૂન
  • પાણી જરૂર મુજબ લોટ બાંધવા.
  • ખાંડ ની ચાસણી બનાવા-
  • 4 ટેબલ સ્પૂન પાણી
  • 1 કપ ખાંડ
  • તેલ તળવા માટે.

How to make Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings in gujarati

  1. ગુજીયા નાં ઉપર નો પળ બનાવા-
  2. મેંદો ,ઘઉં નો લોટ, બેકિંગ સોડા અને ઘી મિક્સ કરો ને તેને પાણી વળે લોટ બાંધી ને ઢાંકી ને રાખી દયો.
  3. પૂરન બનાવા માટે-
  4. સૌ થી પેલા સૂજી ને શેકી લ્યો
  5. સુકા આલુ બુખારા (પૃનસ) ને મિક્સર મા પીસી લો.
  6. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરો ને તેમાં પીસેલા આલુ બુખારા નાખો
  7. 2 મિનીટ હલાવી પછી તેમાં શેકેલી સૂજી અને નારિયેળ નું બૂરું નાખો.
  8. પછી તેમાં બારીક કાપેલા સુકા મેવા, એલચી પાવડર નાખો.
  9. તૈયાર છે પૂરણ.ગેસ બંધ કરી દો.
  10. હવે એક તરફ ખાંડ અને પાણી ની ચાસણી બનાવો.
  11. બીજી તરફ ઢાકેલા લોટ માંથી નાની પુરી વણી, ગુજીયા બનાવા માટે નું સાધન લઇ એનાં પર પથારી દો.
  12. હવે એક તરફ પૂરણ ભરો અને કિનારી પર નાં લાગે તેનુ ધ્યાન રાખો.
  13. પૂરણ ભરી ને એ સાધન ને જોર થી દબાવો અને વધારે નું જે પુરી નો ભાગ હોય તે કાઢી લો.
  14. તૌ તૈયાર છે ગુજીયા તળવા માટે. આવી રીતે બધા ગુજીયા તૈયાર કરો. અને બીજી બાજુ તેલ ગરમ થવા મૂકો.
  15. તેલ ગરમ થઈ જાય એટલે ધીમી આંચ પર બધા ગુજીયા તળી લ્યો.
  16. તળાઈ જાય પછી તેને ખાંડ ની ચાસણી મા નાખો.
  17. 1-2 મિનીટ પછી તેને ચાસણી માંથી કાઢી ને સર્વ કરો.
  18. ઠંડા પડવા દયો પછી તેને ડબ્બા મા 3-4 દિવસ સુધી રાખી સકો.

Reviews for Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings in gujarati