હોમ પેજ / રેસિપી / આલુ બૂખારા અને નારિયેળ નાં સ્ટફઇંગ વાળા ગુજીયા

Photo of Dried Prunes and dessicated coconut stuffed sweet dumplings by Ankita Tahilramani at BetterButter
784
1
0.0(0)
0

આલુ બૂખારા અને નારિયેળ નાં સ્ટફઇંગ વાળા ગુજીયા

Sep-04-2018
Ankita Tahilramani
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ બૂખારા અને નારિયેળ નાં સ્ટફઇંગ વાળા ગુજીયા રેસીપી વિશે

સુકા આલુ બુખારા લાવી તો ખરાં પણ કોઈ ઘર મા ખાતું જ ન હતુ .પછી મને વિચાર આયવો કે ગુજીયા નાં પૂરણ મા નાખી ને વાપરી જોઇયે. અહિયાં મે સુકા આલુ બૂખારા નો ઉપયોગ કરર્લો છે જેમા અત્યન્ત ફાઈબર છે. ગુજીયા ઉતર ભારત મા બનતા મિસ્ઠાન ની એક વાનગી છે. હોળી જેવા તહેવારો મા ખૂબ ખવાય છે.નેપાળ,બાંગ્લાદેશ અને ભારત મા આ વાનગી ખૂબ પ્રચલિત છે. મેંદા કા સૂજી ના લોટ ની પુરી વણી એમા અલગ અલગ પ્રકાર નું પૂરણ ભરાય છે અને તળે છે. ઘણા લોકો તળી ગયેલાં ગુજીયા ને એમજ ખાય છે જ્યારે ઘણા તેને ખાંડ ની ચાસણી મા ડૂબાવી ને ખાય છે!

રેસીપી ટૈગ

  • હોળી
  • વેજ
  • સામાન્ય
  • ઉત્તર ભારતીય
  • શેકેલું
  • તળવું
  • સાંતળવું
  • ડેઝર્ટ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ગુજીયા ની અંદર નાં પુરણ માટે-
  2. સુકા આલુ બુખારા (ડ્રઆઇડ પૃનસ) 14-15 નંગ
  3. નારિયેળ નું બૂરું 2 ટેબલ સ્પૂન
  4. શેકેલી સૂજી 2 ટેબલ સ્પૂન
  5. એલચી પાવડર 1 ટી સ્પૂન
  6. ખાંડ 4 ટેબલ સ્પૂન
  7. 2 ટેબલ સ્પૂન બારીક કટીંગ કરેલ સુકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ)
  8. ઘી 2 ટેબલ સ્પૂન
  9. ગુજીયા નું ઉપર નું પળ બનાવા માટે -
  10. મેંદો 1 મોટો કપ
  11. ઘઉં નો લોટ અડધો કપ
  12. ઘી (મોંન માટે) 2 ટેબલ સ્પૂન
  13. બેકિંગ સોડા 1/8 ટી સ્પૂન
  14. પાણી જરૂર મુજબ લોટ બાંધવા.
  15. ખાંડ ની ચાસણી બનાવા-
  16. 4 ટેબલ સ્પૂન પાણી
  17. 1 કપ ખાંડ
  18. તેલ તળવા માટે.

સૂચનાઓ

  1. ગુજીયા નાં ઉપર નો પળ બનાવા-
  2. મેંદો ,ઘઉં નો લોટ, બેકિંગ સોડા અને ઘી મિક્સ કરો ને તેને પાણી વળે લોટ બાંધી ને ઢાંકી ને રાખી દયો.
  3. પૂરન બનાવા માટે-
  4. સૌ થી પેલા સૂજી ને શેકી લ્યો
  5. સુકા આલુ બુખારા (પૃનસ) ને મિક્સર મા પીસી લો.
  6. હવે એક કઢાઈ મા ઘી ગરમ કરો ને તેમાં પીસેલા આલુ બુખારા નાખો
  7. 2 મિનીટ હલાવી પછી તેમાં શેકેલી સૂજી અને નારિયેળ નું બૂરું નાખો.
  8. પછી તેમાં બારીક કાપેલા સુકા મેવા, એલચી પાવડર નાખો.
  9. તૈયાર છે પૂરણ.ગેસ બંધ કરી દો.
  10. હવે એક તરફ ખાંડ અને પાણી ની ચાસણી બનાવો.
  11. બીજી તરફ ઢાકેલા લોટ માંથી નાની પુરી વણી, ગુજીયા બનાવા માટે નું સાધન લઇ એનાં પર પથારી દો.
  12. હવે એક તરફ પૂરણ ભરો અને કિનારી પર નાં લાગે તેનુ ધ્યાન રાખો.
  13. પૂરણ ભરી ને એ સાધન ને જોર થી દબાવો અને વધારે નું જે પુરી નો ભાગ હોય તે કાઢી લો.
  14. તૌ તૈયાર છે ગુજીયા તળવા માટે. આવી રીતે બધા ગુજીયા તૈયાર કરો. અને બીજી બાજુ તેલ ગરમ થવા મૂકો.
  15. તેલ ગરમ થઈ જાય એટલે ધીમી આંચ પર બધા ગુજીયા તળી લ્યો.
  16. તળાઈ જાય પછી તેને ખાંડ ની ચાસણી મા નાખો.
  17. 1-2 મિનીટ પછી તેને ચાસણી માંથી કાઢી ને સર્વ કરો.
  18. ઠંડા પડવા દયો પછી તેને ડબ્બા મા 3-4 દિવસ સુધી રાખી સકો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર