Open in app

હાર્ટ માલપુઆ સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Krupa Shah4th Sep 2018

Heart Malpua Sandwich ના વિશે

Ingredients to make Heart Malpua Sandwich in gujarati

  • ૧/૨ કપ ઘઉં નો લોટ
  • ૧/૨ કપ ઓસ્ટ્સ નો પાવડર
  • ૨ નાની ચમચી રવો
  • ૩ મોટી ચમચી માવો
  • ૨ નાની ચમચી દહીં
  • ૪ મોટી ચમચી દળેલી ખાંડ
  • ૮-૧૦ કેસર ના તાંતણા
  • ચપટી બેકિંગ સોડા
  • દૂધ અવશક્તા પ્રમાણે
  • ઘી પેન પર શેકવા માટે
  • ચોકલટે ગનાચ માટે:
  • ૧/૨ કપ અમુલ ફ્રેશ ક્રીમ
  • ૧ કપ મિલ્ક ચોકલટે ના ટુકડા
  • સજાવટ માટે:
  • રંગીન સુગર ના ફૂલ

How to make Heart Malpua Sandwich in gujarati

  1. માલપુઆ માટે ની બધી સમગ્રીઓ ને એક વાસણ માં મેળવી લો બરાબર. (ઘી સિવાય બીજું બધું લેવું)
  2. એક નોન-સ્ટિક પેન પર ઘી ફેલાવી ગરમ કરી લો.
  3. હાર્ટ ના આકાર નું કૂકી કટર લો અને પેન પર મૂકી ને એમાં માલપુઆ નું મિશ્રણ બરાબર ફેલાવી લો.
  4. એક બાજુ શેકાઈ જાય પછી કૂકી કટર ઉચકી અને બીજી બાજુ પણ ઘી મૂકી ને શેકી લો.
  5. આવી રીતે બીજા હાર્ટ ના આકાર ના માલપુઆ બનાવી લો.
  6. ચોકલટે ગનાચ માટે: અમુલ ફ્રેશ ક્રીમ ને હુંફાળું ગરમ કરી લો.
  7. મિલ્ક ચોકલટ ના ટુકડા ઉપર ગરમ કરેલું ક્રીમ નાખી ને એને ૧૦ મિનીટ માટે બાજુ પર મૂકી દો.
  8. પછી બધું બરાબર હલાવી લો અને ગનાચ ને ૫-૬ કલાક માટે સેટ કરવા મૂકી દો.
  9. હવે એક હાર્ટ માલપુઆ ઉપર સેટ થયેલું ચોકલટ ગનાચ લગાવો અને બીજું હાર્ટ માલપુઆ મૂકી ને સેન્ડવિચ તૈયાર કરો.
  10. આવી રીતે બધી હાર્ટ માલપુઆ સેન્ડવિચ તૈયાર કરો.
  11. એક સેર્વિંગ પ્લેટ માં બધી સેન્ડવિચ સજાવો અને એના ઉપર રંગીન સુગર ના ફૂલ મુકો.
  12. એક નાનું ગનાચ નું રોઝ બનાવો અને ચોકલેટ ગનાચ સાથે સર્વે કરો.

Reviews for Heart Malpua Sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Heart Malpua Sandwich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes