હોમ પેજ / રેસિપી / હાર્ટ માલપુઆ સેન્ડવિચ

Photo of Heart Malpua Sandwich by Krupa Shah at BetterButter
587
4
0.0(0)
0

હાર્ટ માલપુઆ સેન્ડવિચ

Sep-04-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હાર્ટ માલપુઆ સેન્ડવિચ રેસીપી વિશે

આ રેસીપી માં હેલ્થી રીતે માલપુઆ બનાવી ને ચોકલટે ગનાચ વાપરીને સેન્ડવિચ કરી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • મિશ્રણ
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧/૨ કપ ઘઉં નો લોટ
  2. ૧/૨ કપ ઓસ્ટ્સ નો પાવડર
  3. ૨ નાની ચમચી રવો
  4. ૩ મોટી ચમચી માવો
  5. ૨ નાની ચમચી દહીં
  6. ૪ મોટી ચમચી દળેલી ખાંડ
  7. ૮-૧૦ કેસર ના તાંતણા
  8. ચપટી બેકિંગ સોડા
  9. દૂધ અવશક્તા પ્રમાણે
  10. ઘી પેન પર શેકવા માટે
  11. ચોકલટે ગનાચ માટે:
  12. ૧/૨ કપ અમુલ ફ્રેશ ક્રીમ
  13. ૧ કપ મિલ્ક ચોકલટે ના ટુકડા
  14. સજાવટ માટે:
  15. રંગીન સુગર ના ફૂલ

સૂચનાઓ

  1. માલપુઆ માટે ની બધી સમગ્રીઓ ને એક વાસણ માં મેળવી લો બરાબર. (ઘી સિવાય બીજું બધું લેવું)
  2. એક નોન-સ્ટિક પેન પર ઘી ફેલાવી ગરમ કરી લો.
  3. હાર્ટ ના આકાર નું કૂકી કટર લો અને પેન પર મૂકી ને એમાં માલપુઆ નું મિશ્રણ બરાબર ફેલાવી લો.
  4. એક બાજુ શેકાઈ જાય પછી કૂકી કટર ઉચકી અને બીજી બાજુ પણ ઘી મૂકી ને શેકી લો.
  5. આવી રીતે બીજા હાર્ટ ના આકાર ના માલપુઆ બનાવી લો.
  6. ચોકલટે ગનાચ માટે: અમુલ ફ્રેશ ક્રીમ ને હુંફાળું ગરમ કરી લો.
  7. મિલ્ક ચોકલટ ના ટુકડા ઉપર ગરમ કરેલું ક્રીમ નાખી ને એને ૧૦ મિનીટ માટે બાજુ પર મૂકી દો.
  8. પછી બધું બરાબર હલાવી લો અને ગનાચ ને ૫-૬ કલાક માટે સેટ કરવા મૂકી દો.
  9. હવે એક હાર્ટ માલપુઆ ઉપર સેટ થયેલું ચોકલટ ગનાચ લગાવો અને બીજું હાર્ટ માલપુઆ મૂકી ને સેન્ડવિચ તૈયાર કરો.
  10. આવી રીતે બધી હાર્ટ માલપુઆ સેન્ડવિચ તૈયાર કરો.
  11. એક સેર્વિંગ પ્લેટ માં બધી સેન્ડવિચ સજાવો અને એના ઉપર રંગીન સુગર ના ફૂલ મુકો.
  12. એક નાનું ગનાચ નું રોઝ બનાવો અને ચોકલેટ ગનાચ સાથે સર્વે કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર