Paanki ના વિશે
Ingredients to make Paanki in gujarati
- ચોખા નો લોટ ૧ કપ
- દહીં ૧/૨ કપ
- આદુ મરચા (વાટેલા) ૧ ટેબલ સ્પૂન
- કોથમીર ૨ ટેબલ સ્પૂન
- મીઠું ૧ ટી સ્પૂન
- હળદર ૧/૪ ટી સ્પૂન
- હિંગ ૧/૪ ટી સ્પૂન
- કેળ ના પાન
How to make Paanki in gujarati
- કેળ ના પાન ધોઇને લૂછી લો.
- એક બોલ માં ચોખા નો લોટ,દહીં,આદુ મરચા, કોથમીર,મીઠું,હળદર ને હિંગ બધુજ ભેળવી લો.
- હવે જરૂર પ્રમાણે પાણી નાખો અને ઢોસા જેવું ખીરું તૈયાર કરો.
- ગેસ પર તવો ગરમ મુકો અને કેળ ના પાન ની સીધી બાજુ પર તેલ લગાવો.
- એક ટુકડા પર એક ચમચી ખીરું પાથરો અને બીજા પાન થી ઢાંકો.
- હવે આ તવા પાર મૂકી ડી.ગેસ એકદમ ધીમો રાખો.
- એક થી દોઢ મિનિટ માં ઉપર નું પાન સેજ ઉઠાવીને જોઈ લો.પાનકી ચોંટે નઈ એટલે પલટી દો.
- બીજી બાજુ પણ એક થી દોઢ મિનિટ માં તૈયાર થઈ જશે.
- આ ગરમ ગરમ પાનકી પાન સાથેજ પીરસો.લિલી ચટણી જોડે પાનકી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
- ખાતી વખતે પણ કાઢીને ખાવાથી એનો સ્વાદ જળવાઈ રહે છે અને નરમ પણ રે છે.