હોમ પેજ / રેસિપી / કાઠીયાવાડી વઘારેલી લીલા વટાણાની ખીચડી

Photo of Kathhiyavadi vaghareli mutter khichdi by Varsha Joshi at BetterButter
361
4
0.0(0)
0

કાઠીયાવાડી વઘારેલી લીલા વટાણાની ખીચડી

Sep-05-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કાઠીયાવાડી વઘારેલી લીલા વટાણાની ખીચડી રેસીપી વિશે

વઘારેલી ખીચડીમા શાકભાજી પણ આવી જાય તો ઓછા ટાઈમમા બનતી સ્વાદિષ્ટ વાનગી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • એકલા
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • ગરમ મસાલા/તેજાના
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. બાસમતી ચોખા એક વાટકી
  2. તુવેર દાળ અડધી વાટકી
  3. એક ડુંગળી
  4. ૧૦૦ ગ્રામ લીલાં વટાણા
  5. એક બટાકુ
  6. એક ચમચી કાઠીયાવાડી ખીચડી નો મસાલો
  7. એક ચમચી ખાંડ
  8. લીંબુ નો રસ એક ચમચી
  9. વઘાર માટે ધી
  10. એક ચમચી લાલ મરચું પાવડર
  11. એક ચમચી હળદર પાવડર
  12. સ્વાદ અનુસાર મીઠું

સૂચનાઓ

  1. દાળ ચોખા મિક્સ કરી ધોઇ ને ૧૦.મિનિટ પલાળી રાખો
  2. બધા શાકભાજી સમારી લો
  3. ત્યારપછી ગેસ પર કૂકરમાં વઘાર માટે ધી ગરમ કરો
  4. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને તતડે એટલે બધા શાકભાજી વઘાર કરી તેમાં મસાલા નાખી સાંતળો
  5. ત્યારપછી તેમાં માપ પ્રમાણે પાણી નાખી હલાવી લો
  6. ઊકળે એટલે તેમાં પલાળેલા દાળ ચોખા નાખો અને કૂકરનુ ઢાંકણ ઢાંકી દો અને ૩ સીટી વગાડી લો...
  7. ગરમાગરમ ખીચડીમાં વચ્ચે ખાડો કરી એક ચમચી ઘી નાખીને પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર