Open in app

ખારીભાત

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Ruchi Thacker5th Sep 2018

Khari Bhaat ના વિશે

Ingredients to make Khari Bhaat in gujarati

  • ચોખા 1/2 કપ
  • તેલ 2. ટે સ્પુન
  • 1 મીડીયમ બટેકું ડાયસ કરેલુ
  • 1 મીડીયમ ડુંગળી ડાયસ કરેલી
  • આદુ મરચા લસણ ની પેસ્ટ 1 ટે.સ્પુન
  • ખડા મસાલા (1 નાનો તજ, 1 થી 2 લવીંગ, 1 થી 2 મરી, 1 તમાલ પત્ર, 1 થી 2 આખા લાલ મરચાં)
  • હળદર 1 ટી.સ્પુન
  • લાલ મરચુ પાવડર 1.5 ટે. સ્પુન
  • ધાણા પાવડર 1 ટે. સ્પુન
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી 1 કપ

How to make Khari Bhaat in gujarati

  1. સૌ પહેલા કુકર મા તેલ ગરમ કરવા મુકો. તેલ આવી જાય એટલે તેમા બધા ખડા મસાલા અને રાઈ જીરુ નાખી વઘાર કરો.
  2. ત્યાર બાદતેમા આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી અને સમારેલા ડુંગળી બટેકા નાખો.
  3. ત્યાર પછી તેમા બધા મસાલા અને ચોખા નાખી 2 મિનિટ માટે ચોખા ને શેકી લો.
  4. ચોખા શેકાઈ ગયા બાદ તેમા પાણી નાખી કુકર બંધ કરી એક વિસલ ફુલ ગેસ પર અને એક વીસલ ધીમી આંચ પર વાગે એટલે ગેસ બંધ કરી દો.
  5. કુકર ઠંડુ થાય એટલે ખારીભાત ને કળી અને રોટલી સાથે સવૅ કરો.

Reviews for Khari Bhaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Khari Bhaat in gujarati