હોમ પેજ / રેસિપી / ઉપ્પીત્તુ

Photo of Uppittu by Shraddha Patel at BetterButter
269
3
0.0(0)
0

ઉપ્પીત્તુ

Sep-05-2018
Shraddha Patel
3 મિનિટ
તૈયારી નો સમય
14 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઉપ્પીત્તુ રેસીપી વિશે

ઉપ્પીત્તુ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. સવારે નાસ્તા મા ઝડપ થી બનાવી શકાતી સ્વાદીષ્ટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ સુજી
  2. ત્રણ ચમચી તેલ
  3. એક ચમચી ઘી
  4. એક ચમચી રાઈ
  5. એક ચપટી હિંગ
  6. એક ચમચી અડદ ની દાળ ( ફોતરાં વગર ની )
  7. એક ચમચી બારીક સમારેલા તીખા મરચા
  8. એક મધ્યમ સાઈઝ ની બારીક સમારેલી ડુંગળી
  9. એક ચમચી બારીક સમારેલી કોથમીર
  10. 7-8 મીઠા લીમડા ના પાન
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. બે કપ છાસ

સૂચનાઓ

  1. કઢાઈ મા એક ચમચી તેલ લઇ સુજી ને 3-4 મિનિટ શેકી લો. ત્યારબાદ શેકાઈ ગયેલ સુજી ને એક વાસણ મા કાઢી લો.
  2. હવે કઢાઈ મા બે ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે એમાં લીમડા ના પાન, અડદ ની દાળ, મરચા અને હિંગ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.
  3. હવે તેમાં ડુંગળી ઉમેરી દો અને એક મિનિટ માટે સાંતળો.
  4. ત્યારબાદ તેમાં શેકેલ સુજી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એમાં છાસ ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  5. બે થી ત્રણ મિનિટ મા સુજી ફૂલી ને તૈયાર થાય એટલે એમાં ઘી અને કોથમીર ઉમેરી દો. તો તૈયાર છે ઉપ્પીત્તુ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર