Open in app

ઉપ્પીત્તુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  14 min
પીરસવું  2 people
Shraddha Patel5th Sep 2018

Uppittu ના વિશે

Ingredients to make Uppittu in gujarati

  • એક કપ સુજી
  • ત્રણ ચમચી તેલ
  • એક ચમચી ઘી
  • એક ચમચી રાઈ
  • એક ચપટી હિંગ
  • એક ચમચી અડદ ની દાળ ( ફોતરાં વગર ની )
  • એક ચમચી બારીક સમારેલા તીખા મરચા
  • એક મધ્યમ સાઈઝ ની બારીક સમારેલી ડુંગળી
  • એક ચમચી બારીક સમારેલી કોથમીર
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બે કપ છાસ

How to make Uppittu in gujarati

  1. કઢાઈ મા એક ચમચી તેલ લઇ સુજી ને 3-4 મિનિટ શેકી લો. ત્યારબાદ શેકાઈ ગયેલ સુજી ને એક વાસણ મા કાઢી લો.
  2. હવે કઢાઈ મા બે ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઉમેરો, રાઈ તતડે એટલે એમાં લીમડા ના પાન, અડદ ની દાળ, મરચા અને હિંગ ઉમેરી એક મિનિટ માટે સાંતળો.
  3. હવે તેમાં ડુંગળી ઉમેરી દો અને એક મિનિટ માટે સાંતળો.
  4. ત્યારબાદ તેમાં શેકેલ સુજી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. હવે એમાં છાસ ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  5. બે થી ત્રણ મિનિટ મા સુજી ફૂલી ને તૈયાર થાય એટલે એમાં ઘી અને કોથમીર ઉમેરી દો. તો તૈયાર છે ઉપ્પીત્તુ.

Reviews for Uppittu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Uppittu in gujarati