Open in app

મેકસનીઝ રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  3 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Shraddha Patel5th Sep 2018

Mexnese Rice ના વિશે

Ingredients to make Mexnese Rice in gujarati

  • બે કપ બાસમતી ચોખા
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ગાજર
  • ત્રણ ચમચી મકાઈ ના દાણા
  • ચાર ચમચી લીલા વટાણા ( ફ્રોઝન પણ લઇ શકાય )
  • બે ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  • બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
  • એક ચમચી સોયા સૉસ
  • એક ચમચી ગ્રીન ચીલ્લી સૉસ
  • એક ચમચી રેડ ચીલ્લી સૉસ
  • એક ચમચી મરી પાવડર
  • એક ચમચી લાલ મરચું પાવડર
  • બે ચમચી તેલ
  • બે ચમચી ઝીણી સમારેલી કોથમીર
  • ગાર્નિશિંગ માટે બ્લેક ઓલીવ્સ

How to make Mexnese Rice in gujarati

  1. સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પાણી નાખી બાફી લો.
  2. ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને કોથમીર ઝીણા સમારી લો.
  3. હવે એક વાસણ મા પાણી લઇ તેમાં મીઠું ઉમેરી ઊકળવા મૂકો.
  4. એ પાણી મા લીલા વટાણા અને મકાઈ ના દાણા નાખી ઊંચી આંચ પર ત્રણ મિનિટ માટે ઊકળવા દો. ત્યારબાદ પાણી નિતારી લેવું.
  5. હવે એક કઢાઈ મા તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ગાજર ઉમેરી ચપટી મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ઉકાળેલા લીલા વટાણા અને મકાઈ ના દાણા ઉમેરી દો અને મિક્સ કરી લો. ( ગાજર અને કેપ્સિકમ ને ચઢવા દેવા નહીં, એને ક્રન્ચી રાખવાના છે ).
  6. હવે એમાં બધા સૉસ ઉમેરી દો અને હલાવો. ત્યારબાદ બાફેલા ભાત ઉમેરી દો.
  7. હવે તેમાં મરી પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  8. ત્યારબાદ તૈયાર થયેલ રાઈસ પર કોથમીર ભભરાવી અને ઓલીવ્સ મૂકી સર્વ કરો.

Reviews for Mexnese Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mexnese Rice in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • રાઈતા રાઈસ

    6 likes