હોમ પેજ / રેસિપી / મેકસનીઝ રાઈસ

Photo of Mexnese Rice by Shraddha Patel at BetterButter
350
6
0.0(0)
0

મેકસનીઝ રાઈસ

Sep-05-2018
Shraddha Patel
3 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેકસનીઝ રાઈસ રેસીપી વિશે

આ એક મેક્સીકન અને ચાઇનીઝ સામગ્રી નું ફ્યુઝન કરીને બનાવેલી ડીશ છે. આ ડીશ ને ડિનર મા પણ લઈ શકાય અને બાળકો ને લંચ બોક્સ મા પણ આપી શકાય.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મિશ્રણ
  • સ્ટર ફ્રાય
  • ઉકાળવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 3

  1. બે કપ બાસમતી ચોખા
  2. જરૂર મુજબ પાણી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. એક ગાજર
  5. ત્રણ ચમચી મકાઈ ના દાણા
  6. ચાર ચમચી લીલા વટાણા ( ફ્રોઝન પણ લઇ શકાય )
  7. બે ચમચી ઝીણી સમારેલી ડુંગળી
  8. બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
  9. એક ચમચી સોયા સૉસ
  10. એક ચમચી ગ્રીન ચીલ્લી સૉસ
  11. એક ચમચી રેડ ચીલ્લી સૉસ
  12. એક ચમચી મરી પાવડર
  13. એક ચમચી લાલ મરચું પાવડર
  14. બે ચમચી તેલ
  15. બે ચમચી ઝીણી સમારેલી કોથમીર
  16. ગાર્નિશિંગ માટે બ્લેક ઓલીવ્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને પાણી નાખી બાફી લો.
  2. ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને કોથમીર ઝીણા સમારી લો.
  3. હવે એક વાસણ મા પાણી લઇ તેમાં મીઠું ઉમેરી ઊકળવા મૂકો.
  4. એ પાણી મા લીલા વટાણા અને મકાઈ ના દાણા નાખી ઊંચી આંચ પર ત્રણ મિનિટ માટે ઊકળવા દો. ત્યારબાદ પાણી નિતારી લેવું.
  5. હવે એક કઢાઈ મા તેલ ઉમેરો. તેલ ગરમ થાય એટલે ડુંગળી ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને ગાજર ઉમેરી ચપટી મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં ઉકાળેલા લીલા વટાણા અને મકાઈ ના દાણા ઉમેરી દો અને મિક્સ કરી લો. ( ગાજર અને કેપ્સિકમ ને ચઢવા દેવા નહીં, એને ક્રન્ચી રાખવાના છે ).
  6. હવે એમાં બધા સૉસ ઉમેરી દો અને હલાવો. ત્યારબાદ બાફેલા ભાત ઉમેરી દો.
  7. હવે તેમાં મરી પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  8. ત્યારબાદ તૈયાર થયેલ રાઈસ પર કોથમીર ભભરાવી અને ઓલીવ્સ મૂકી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર