હોમ પેજ / રેસિપી / બ્રેડ ઉત્તપમ

Photo of Bread uttapam by Shraddha Patel at BetterButter
630
3
0.0(0)
0

બ્રેડ ઉત્તપમ

Sep-05-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ ઉત્તપમ રેસીપી વિશે

ઉત્તપમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે, જે સવારે નાસ્તા મા લઇ શકાય. આ ઉત્તપમ બ્રેડ માંથી બનાવેલ છે એટલે ઝડપ થી બની જતી ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • દક્ષિણ ભારતીય
  • શેકેલું
  • પીસવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 5 નંગ બ્રેડ
  2. એક કપ સુજી
  3. બે કપ છાસ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. તેલ શેકવા માટે
  6. એક નંગ ડુંગળી
  7. એક ટામેટું
  8. એક નાનું કેપ્સિકમ
  9. એક ચમચી બારીક સમારેલા તીખા લીલા મરચા
  10. બે ચમચી ઝીણી સમારેલી કોથમીર
  11. 7-8 મીઠા લીમડા ના પાન
  12. એક ચપટી મરી પાવડર

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બ્રેડની કિનારીઓ કાઢી લો અને બ્રેડ ના હાથ વડે નાના ટુકડા કરી લો.
  2. હવે એક મિક્સર જાર મા બ્રેડ ના ટુકડા, સુજી અને છાસ ઉમેરી બ્લેન્ડ કરી ઉત્તપમ નું ખીરું તૈયાર કરો.
  3. હવે ડુંગળી, ટામેટું, અને કેપ્સિકમ ને બારીક સમારી લો. મીઠા લીમડા ના પાન ને હાથ વડે નાના કાપી લો.
  4. તૈયાર કરેલ ખીરા મા કાપેલા ડુંગળી, ટામેટા, કેપ્સિકમ, કોથમીર, તીખા લીલા મરચા, મીઠા લીમડા ના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
  5. હવે લોઢી ગરમ કરવા મૂકો, લોઢી ગરમ થાય એટલે લોઢી પર તેલ લગાવી ખીરું એકસરખું ફેલાવી લો. અને એક મિનિટ માટે શેકો.
  6. ત્યારબાદ ઉત્તપમ ઉપર થોડું તેલ નાખી અને બીજી સાઈડ પલટાવો અને એક મિનિટ માટે શેકાવા દો.
  7. ગરમાગરમ ઉત્તપમ ચટણી સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર