હોમ પેજ / રેસિપી / મમરા ની ચીક્કી

Photo of Puffed Rice Chikki by Asmita Bhavin Pathak at BetterButter
532
4
0.0(0)
0

મમરા ની ચીક્કી

Sep-05-2018
Asmita Bhavin Pathak
1 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મમરા ની ચીક્કી રેસીપી વિશે

મમરા ની ચીક્કી બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ ઓછી સામગ્રી થઈ બનતી આ વાનગી 10 મિનિટ માં જ બની જાય છે.આખા વર્ષ માં ગમે ત્યારે બનાવી શકાય પણ ખાસ કરી ને ઉતરાયણ ના તહેવાર માં બનાવવામાં આવે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 6

  1. મમરા 3 કપ
  2. છીણેલો ગોળ 1 કપ
  3. ઘી 2 ચમચી

સૂચનાઓ

  1. એક થાળી ને ઘી લગાવી ગ્રીસ કરી લો.
  2. મમરા ને એક કડાઈ માં શેકી લો.
  3. એને કોઈ મોટા વાસણ માં કાઢી લો.
  4. હવે એ જ કડાઈ માં ધી ગરમ કરો અબે છીણેલો ગોળ ઉમેરી સતત હલાવતા રહો.
  5. જ્યાં સુધી ગોળ ઓગળી જાય અને એમાં પરપોટા થાય ને રંગ થોડો બ્રાઉન થાય એટલે તેમાં મમરા ઉમેરી સતત હલાવો ,ગેસ બંધ કરીદો.
  6. મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળી માં ફટાફટ એકસરખું પાથરી દો.
  7. થોડુ ઠંડુ થાય એટલે ચોરસ ટુકડા માં કાપી લો .
  8. મમરા ની ચીક્કી રેડી છે..
  9. હવાચુસ્ત ડબ્બા માં ભરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર