હોમ પેજ / રેસિપી / ભરેલા ક્રિસ્પી ભીન્ડા

Photo of Stuffed krispy lady's finger by Varsha Joshi at BetterButter
422
2
0.0(0)
0

ભરેલા ક્રિસ્પી ભીન્ડા

Sep-06-2018
Varsha Joshi
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરેલા ક્રિસ્પી ભીન્ડા રેસીપી વિશે

બાળકોની મનપંસદ રેસિપી

રેસીપી ટૈગ

  • વેજ
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. કૂણાં નાના ભીંડા ૨૫૦ ગ્રામ
  2. સિંગદાણા ૧૦૦ ગ્રામ
  3. એક ચમચી લસણની પેસ્ટ
  4. લાલ મરચું પાવડર એક ચમચી
  5. હળદર એક ચમચી
  6. તલ એક ચમચી
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. બૂરું ખાંડ એક ચમચી
  9. અડધાં લીંબુ નો રસ
  10. તેલ મસાલા માટે એક ચમચી
  11. વઘાર માટે તેલ ૨ મોટા ચમચા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ સિંગદાણા મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં બધા મસાલા અને એક ચમચી તેલ, લીંબુ નો રસ ઉમેરી લો
  2. ત્યારપછી મસાલો તૈયાર કરવો
  3. ભીંડા ધોઈ કોરા કરી ને આજુબાજુ ના ડીટીયા કાઢી છરી વડે સાઈડ માં ઊભા ચીરી લો અને તૈયાર કરેલ મસાલો ભરી લો
  4. ત્યારપછી એક કડાઈમાં તેલ ગરમ કરો...આ શાક ક્રિસ્પી બનાવવાનું છે એટલે તેલ વધારે લેવું...ગરમ તેલમાં ભરેલા ભીંડા ઉમેરો
  5. ત્યારપછી ગેસ મિડિયમ આંચ પર રાખી ભીંડા ૫ મિનિટ ઢાંકીને ચડવા દો
  6. ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી ને હલાવવા
  7. ત્યારપછી ફરી ૫ મિનિટ ઢાંકીને ચડવા દો અને ધીમા તાપે ચઢવા દો.
  8. ત્યારપછી ગેસ બંધ કરી ને ઉતારી લો ઢાંકણ ખોલી નાખો અને ઉપર થોડો વધેલો મસાલો નાખી દો
  9. ગરમ ગેસ પર જ હલાવી લો અને ક્રિસ્પી ભીંડા તૈયાર છે
  10. બાઉલમાં કાઢી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર