Open in app

ભરેલા ક્રિસ્પી ભીન્ડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi6th Sep 2018

Stuffed krispy lady's finger ના વિશે

Ingredients to make Stuffed krispy lady's finger in gujarati

  • કૂણાં નાના ભીંડા ૨૫૦ ગ્રામ
  • સિંગદાણા ૧૦૦ ગ્રામ
  • એક ચમચી લસણની પેસ્ટ
  • લાલ મરચું પાવડર એક ચમચી
  • હળદર એક ચમચી
  • તલ એક ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • બૂરું ખાંડ એક ચમચી
  • અડધાં લીંબુ નો રસ
  • તેલ મસાલા માટે એક ચમચી
  • વઘાર માટે તેલ ૨ મોટા ચમચા

How to make Stuffed krispy lady's finger in gujarati

  1. સૌ પ્રથમ સિંગદાણા મિક્સરમાં ક્રશ કરી લો અને તેમાં બધા મસાલા અને એક ચમચી તેલ, લીંબુ નો રસ ઉમેરી લો
  2. ત્યારપછી મસાલો તૈયાર કરવો
  3. ભીંડા ધોઈ કોરા કરી ને આજુબાજુ ના ડીટીયા કાઢી છરી વડે સાઈડ માં ઊભા ચીરી લો અને તૈયાર કરેલ મસાલો ભરી લો
  4. ત્યારપછી એક કડાઈમાં તેલ ગરમ કરો...આ શાક ક્રિસ્પી બનાવવાનું છે એટલે તેલ વધારે લેવું...ગરમ તેલમાં ભરેલા ભીંડા ઉમેરો
  5. ત્યારપછી ગેસ મિડિયમ આંચ પર રાખી ભીંડા ૫ મિનિટ ઢાંકીને ચડવા દો
  6. ૫ મિનિટ પછી ઢાંકણ ખોલી ને હલાવવા
  7. ત્યારપછી ફરી ૫ મિનિટ ઢાંકીને ચડવા દો અને ધીમા તાપે ચઢવા દો.
  8. ત્યારપછી ગેસ બંધ કરી ને ઉતારી લો ઢાંકણ ખોલી નાખો અને ઉપર થોડો વધેલો મસાલો નાખી દો
  9. ગરમ ગેસ પર જ હલાવી લો અને ક્રિસ્પી ભીંડા તૈયાર છે
  10. બાઉલમાં કાઢી સર્વ કરો

Reviews for Stuffed krispy lady's finger in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed krispy lady's finger in gujarati

  • ભીન્ડા

    1 likes
  • ભરેલા મરચા

    6 likes
  • ભરેલા રવૈયા

    4 likes
  • ભરેલા મરચા.

    3 likes
  • ભીન્ડા નુ શાક

    1 likes
  • ભરેલા ટિન્ડોરા

    2 likes