Open in app

ઈડલી મંચુરિયન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  4 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Shraddha Patel6th Sep 2018

Idli manchurian ના વિશે

Ingredients to make Idli manchurian in gujarati

  • એક કપ સુજી
  • બે ચમચી ચોખા નો લોટ
  • એક કપ છાસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધી ચમચી બેકિંગ સોડા
  • ચાર ચમચી તેલ
  • બે ચમચી સોયા સૉસ
  • એક ચમચી ગ્રીન ચીલ્લી સૉસ
  • એક ચમચી રેડ ચીલ્લી સૉસ
  • બે ચમચી મંચુરિયન મસાલા
  • એક કેપ્સિકમ
  • એક ડુંગળી
  • એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  • ગાર્નિશિંગ માટે ચીઝ

How to make Idli manchurian in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ મા સુજી અને ચોખા નો લોટ લો અને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી અને છાસ ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  2. હવે ઈડલી કુકર ને ગરમ કરવા મૂકી, ઈડલી ની ડીશ મા તેલ લગાવી ઈડલી નું ખીરું નાખી ઢાંકી ને ઊંચી આંચ પર પાંચ મિનિટ માટે ચઢવા દો.
  3. ઈડલી ચઢે ત્યાં સુધી મા કેપ્સિકમ અને ડુંગળી કાપી લો. બન્ને ને લાંબા ચિરા મા કાપવા.
  4. હવે તૈયાર થયેલ દરેક ઈડલી ના ત્રણ લાંબા કટકા કરી લેવા.
  5. ત્યારબાદ એક કઢાઈ મા ત્રણ ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.
  6. ત્યારબાદ તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. વચ્ચે વચ્ચે ઉછાળવું. હવે તેમાં સોયા સૉસ, રેડ ચિલ્લી સૉસ અને ગ્રીન ચીલ્લી સૉસ નાખો અને ચપટી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  7. ત્યારબાદ તેમાં ઈડલી ના કટકા ઉમેરો અને મંચુરિયન મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  8. હવે તૈયાર થયેલ ઈડલી મંચુરિયન ને સર્વિંગ બોલ મા લઇ તેના પર ચીઝ છીણો.

Reviews for Idli manchurian in gujarati (0)

No reviews yet.

Recipes similar to Idli manchurian in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • ઈડલી ચીલી

    2 likes