હોમ પેજ / રેસિપી / ઈડલી મંચુરિયન

Photo of Idli manchurian by Shraddha Patel at BetterButter
565
2
0.0(0)
0

ઈડલી મંચુરિયન

Sep-06-2018
Shraddha Patel
4 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઈડલી મંચુરિયન રેસીપી વિશે

પ્લેઇન ઈડલી ને ચાઈનીઝ ટચ આપી ને ઈડલી મંચુરિયન બનાવેલ છે. આ ડીશ ઝડપ થી બની જશે અને એકદમ ટેસ્ટી છે. આ ડીશ સાંજે નાસ્તા મા પણ લઇ શકાય અથવા સાઈડ ડીશ તરીકે પણ લઇ શકાય.

રેસીપી ટૈગ

  • ઉછાળવું
  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • મિશ્રણ
  • સ્ટર ફ્રાય
  • સાઈડ ડીશેસ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. એક કપ સુજી
  2. બે ચમચી ચોખા નો લોટ
  3. એક કપ છાસ
  4. સ્વાદ પ્રમાણે મીઠું
  5. અડધી ચમચી બેકિંગ સોડા
  6. ચાર ચમચી તેલ
  7. બે ચમચી સોયા સૉસ
  8. એક ચમચી ગ્રીન ચીલ્લી સૉસ
  9. એક ચમચી રેડ ચીલ્લી સૉસ
  10. બે ચમચી મંચુરિયન મસાલા
  11. એક કેપ્સિકમ
  12. એક ડુંગળી
  13. એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  14. ગાર્નિશિંગ માટે ચીઝ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા સુજી અને ચોખા નો લોટ લો અને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં બેકિંગ સોડા ઉમેરી અને છાસ ઉમેરી બરાબર મિક્સ કરી ખીરું તૈયાર કરો.
  2. હવે ઈડલી કુકર ને ગરમ કરવા મૂકી, ઈડલી ની ડીશ મા તેલ લગાવી ઈડલી નું ખીરું નાખી ઢાંકી ને ઊંચી આંચ પર પાંચ મિનિટ માટે ચઢવા દો.
  3. ઈડલી ચઢે ત્યાં સુધી મા કેપ્સિકમ અને ડુંગળી કાપી લો. બન્ને ને લાંબા ચિરા મા કાપવા.
  4. હવે તૈયાર થયેલ દરેક ઈડલી ના ત્રણ લાંબા કટકા કરી લેવા.
  5. ત્યારબાદ એક કઢાઈ મા ત્રણ ચમચી તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો.
  6. ત્યારબાદ તેમાં ડુંગળી અને કેપ્સિકમ ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. વચ્ચે વચ્ચે ઉછાળવું. હવે તેમાં સોયા સૉસ, રેડ ચિલ્લી સૉસ અને ગ્રીન ચીલ્લી સૉસ નાખો અને ચપટી મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.
  7. ત્યારબાદ તેમાં ઈડલી ના કટકા ઉમેરો અને મંચુરિયન મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
  8. હવે તૈયાર થયેલ ઈડલી મંચુરિયન ને સર્વિંગ બોલ મા લઇ તેના પર ચીઝ છીણો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર