હોમ પેજ / રેસિપી / થુકપા સૂપ

Photo of Thukpa soup by Shraddha Patel at BetterButter
543
2
0.0(0)
0

થુકપા સૂપ

Sep-06-2018
Shraddha Patel
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થુકપા સૂપ રેસીપી વિશે

થુકપા સૂપ ને નુડલ્સ સુપ અથવા મોમો સૂપ તરીકે પણ ઓળખવામા આવે છે. આ એક તિબેટીઅન ડીશ છે. ઠંડી મા આ સૂપ ખુબજ ગુણકારી છે. શરદી ના દર્દીઓ માટે આ સૂપ ખુબ ફાયદાકારક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હિમાચલ
  • સ્ટર ફ્રાય
  • સૂપ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 100 ગ્રામ નુડલ્સ
  2. જરૂર મુજબ પાણી
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  5. અડધો કપ લાબું સમારેલું કોબી
  6. અડધો કપ લાબું સમારેલું ગાજર
  7. બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
  8. બે ચમચી સોયા સૉસ
  9. એક ચમચી મરી પાવડર
  10. અડધો કપ લાંબા સમારેલ લીલી ડુંગળી ના પાન
  11. અડધો કપ મોટા કાપેલા પાલક ના પાન
  12. બે ચમચી તેલ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક વાસણ મા પાણી ઊકળવા મૂકો, તેમાં એક ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી નુડલ્સ ઉમેરો. હવે નુડલ્સ ને ચાર થી પાંચ મિનિટ માટે ઊકળવા દો.
  2. નુડલ્સ થાય ત્યાં સુધી કોબી, ગાજર, કેપ્સિકમ, પાલક અને લીલી ડુંગળી ના પાન કાપી લો.
  3. નુડલ્સ થાય એટલે એને બીજા વાસણ મા નિતારી લેવા અને નુડલ્સ નું પાણી પણ રાખવું જેનો ઉપયોગ સૂપ મા કરીશું.
  4. હવે એક સૂપ બનાવવા ના વાસણ મા અથવા તો કઢાઈ મા એક ચમચી તેલ લઇ ગરમ કરો. (સૂપ બનાવવા ની આખી પ્રક્રિયા ઊંચી આંચ પર જ કરવી ).
  5. તેલ ગરમ થાય એટલે આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો અને અડધી મિનિટ માટે સાંતળો. ત્યારબાદ કોબી, ગાજર, કેપ્સિકમ, પાલક અને લીલી ડુંગળી ના પાન ઉમેરો અને ચપટી મીઠું નાખો. અને અડધી મિનિટ માટે સાંતળો.
  6. હવે એમાં મરી પાવડર અને સોયા સૉસ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં નુડલ્સ નું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી બે મિનિટ ઉકાળો.
  7. હવે એક સર્વિંગ બોલ મા નુડલ્સ લઇ તેના પર સૂપ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર