Open in app

થુકપા સૂપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Shraddha Patel6th Sep 2018

Thukpa soup ના વિશે

Ingredients to make Thukpa soup in gujarati

  • 100 ગ્રામ નુડલ્સ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
  • અડધો કપ લાબું સમારેલું કોબી
  • અડધો કપ લાબું સમારેલું ગાજર
  • બે ચમચી ઝીણા સમારેલા કેપ્સિકમ
  • બે ચમચી સોયા સૉસ
  • એક ચમચી મરી પાવડર
  • અડધો કપ લાંબા સમારેલ લીલી ડુંગળી ના પાન
  • અડધો કપ મોટા કાપેલા પાલક ના પાન
  • બે ચમચી તેલ

How to make Thukpa soup in gujarati

  1. સૌ પ્રથમ એક વાસણ મા પાણી ઊકળવા મૂકો, તેમાં એક ચમચી તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી નુડલ્સ ઉમેરો. હવે નુડલ્સ ને ચાર થી પાંચ મિનિટ માટે ઊકળવા દો.
  2. નુડલ્સ થાય ત્યાં સુધી કોબી, ગાજર, કેપ્સિકમ, પાલક અને લીલી ડુંગળી ના પાન કાપી લો.
  3. નુડલ્સ થાય એટલે એને બીજા વાસણ મા નિતારી લેવા અને નુડલ્સ નું પાણી પણ રાખવું જેનો ઉપયોગ સૂપ મા કરીશું.
  4. હવે એક સૂપ બનાવવા ના વાસણ મા અથવા તો કઢાઈ મા એક ચમચી તેલ લઇ ગરમ કરો. (સૂપ બનાવવા ની આખી પ્રક્રિયા ઊંચી આંચ પર જ કરવી ).
  5. તેલ ગરમ થાય એટલે આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો અને અડધી મિનિટ માટે સાંતળો. ત્યારબાદ કોબી, ગાજર, કેપ્સિકમ, પાલક અને લીલી ડુંગળી ના પાન ઉમેરો અને ચપટી મીઠું નાખો. અને અડધી મિનિટ માટે સાંતળો.
  6. હવે એમાં મરી પાવડર અને સોયા સૉસ ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં નુડલ્સ નું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરી બે મિનિટ ઉકાળો.
  7. હવે એક સર્વિંગ બોલ મા નુડલ્સ લઇ તેના પર સૂપ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

Reviews for Thukpa soup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thukpa soup in gujarati

  • પાલક મટર સૂપ

    4 likes
  • સ્વીટ કોનૅ સૂપ

    1 likes
  • સ્વીટ કૉર્ન સૂપ

    128 likes
  • પીળા કદૂ નો સૂપ

    1 likes
  • સરગવો ઓસામણ સૂપ

    0 likes
  • મસાલેદાર ચિકન સૂપ

    192 likes