હોમ પેજ / રેસિપી / વેજીટેબલ પુલાવ

Photo of Vegetable pulav by Harsha Israni at BetterButter
576
4
0.0(0)
1

વેજીટેબલ પુલાવ

Sep-06-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ પુલાવ રેસીપી વિશે

આ પુલાવ જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ બહુ લાગે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • પ્રેશર કુક
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ બાસમતી ચોખા ( કોઈ પણ પ્રકારના ચોખા)
  2. ૧ નંગ ડુંગળી
  3. ૧ /૨ કપ વટાણા
  4. ૧ નંગ શિમલા મરચુ
  5. ૧ નંગ ગાજર
  6. ૧ નંગ બીટ
  7. ૧ નંગ ટામેટું
  8. મીઠુ જરુર મુજબ
  9. ૧ ચમચી લાલ કાશ્મીરી મરચુ પાવડર
  10. ૨ ચમચી ગરમ મસાલો
  11. ૧ ટુકડો તજ
  12. ૧ ચમચી જીરુ
  13. ૧ મોટો ચમચો તેલ
  14. ૨ ૧/૨ કપ પાણી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ ચોખાને પાણીથી ધોઈ નાખો.
  2. હવે ડુંગળીને લાંબી સમારો અને બીજી શાકભાજીઓને ઝીણી સમારી દો.
  3. એક કૂકર લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ,તજ ઉમેરી બધાજ શાકભાજી ઉમેરી તેજ આંચે ૧ મિનિટ માટે સાંતળો.
  4. શાકભાજી સંતળાઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો ,લાલ મરચુ પાવડર,મીઠું ઉમેરી મીક્સ કરી ચોખા અને પાણી ઉમેરી બરાબર હલાવીને કૂકરનુ ઢાંકણ બંધ કરી ૩ સીટી વાગે ત્યાં સુધી તેજ આંચે પકાવો.
  5. તૈયાર છે વેજીટેબલ પુલાવ ,દહીં સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર