હોમ પેજ / રેસિપી / કોર્ન કેપ્સિકમ પેટીસ

Photo of Corn Capsicum Patties by Shraddha Patel at BetterButter
469
6
0.0(0)
0

કોર્ન કેપ્સિકમ પેટીસ

Sep-07-2018
Shraddha Patel
10 મિનિટ
તૈયારી નો સમય
7 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કોર્ન કેપ્સિકમ પેટીસ રેસીપી વિશે

આ પેટીસ સાંજે ચા સાથે નાસ્તા મા લઇ શકાય તેમજ સ્ટાર્ટર્સ તરીકે પણ લઇ શકાય. મકાઈ નો ઉપયોગ કરેલો હોવાથી ફાઇબર રિચ ડીશ છે અને સ્વાદીષ્ટ ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • પીસવું
  • તળવું
  • સ્નેક્સ
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 2

  1. એક નંગ મકાઈ નો ડોડો
  2. એક નાનું કેપ્સિકમ
  3. દોઢ કપ બ્રેડ ક્રમ્બ્સ
  4. અડધો કપ કોર્ન ફ્લૉર
  5. સ્વાદ પ્રમાણે મીઠું
  6. એક કપ ઝીણી સમારેલી કોથમીર
  7. બે નંગ તીખી મરચી
  8. એક ચમચી હળદર
  9. તળવા માટે તેલ
  10. એક ચમચી આમચૂર પાવડર
  11. એક ચમચી ચાટ મસાલા

સૂચનાઓ

  1. સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી મિક્સર મા અધકચરા પીસી લો.
  2. ત્યારબાદ કેપ્સિકમ, મરચી અને કોથમીર બારીક સમારીને મકાઈ મા ઉમેરો.
  3. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, આમચૂર પાવડર, અડધો કપ કોર્ન ફ્લૉર અને એક કપ બ્રેડ ક્રમ્બ્સ ઉમેરી બરાબર મિક્સ કરી લો. પાણી નો ઉપયોગ કરવો નહીં.
  4. હવે બન્ને હાથ મા તેલ લગાવી પેટીસ વાળી લો અને પેટીસ ને વધેલા બ્રેડ ક્રમ્બ્સ મા રગદોળી ગરમ તેલ મા બન્ને સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. (ઊંચી આંચ પર તળવું ).
  5. ત્યારબાદ તેના પર ચાટ મસાલો છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર